પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#March
#Mycookpad recipe 51
આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે?
પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ પેકેટ પાણી પૂરી
  2. ૧ વાટકીઆંબલી નું પાણી
  3. ૨ નંગબાફેલા બટાકા
  4. ૧ વાટકીબાફેલા ચણા
  5. ૨ નંગસમારેલી ડુંગળી
  6. ૧ વાટકો ફુદીના નું પાણી
  7. ૧ વાટકીતળેલી શીંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧/૨ ચમચીમરચું પાઉડર
  11. ૧/૨ધાણા જીરું પાઉડર
  12. ૧/૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા બટાકા અને ચણા ને બાફી લેવા

  2. 2

    પછી ફુદીનો ધોઈ, આદુ મરચા મીઠું લીંબુ ઉમેરી એને મિક્સર મા વાટી લેવું. વાટેલી પેસ્ટ માં પાણી મીઠું, લીંબુ,સંચળ, ચાટ મસાલો નાખી પાણી ફ્રીઝ માં મૂકી દેવું

  3. 3

    આંબલી અને ખજૂર ને પલાળી ને રાખવું. ગોળ પણ ઉમેરી દેવો. પછી ચારણી માં લઇ આંબલી અને ખજૂર ને મસળી ને પલ્પ કાઢવો. પાણી નાખી મીઠું, હિંગ, ધાણાજીરૂ, મરચું પાઉડર મિક્સ કરી ઠંડુ કરી રાખી દેવું

  4. 4

    શીંગ તળી એમાં મીઠું, મરચું, ઉમેરી ને રાખવું

  5. 5

    બટાકા ચણા ડુંગળી શીંગ બધું મિક્સ કરી રાખવું

  6. 6

    પાણી પૂરી માં બટાકા વાળો મસાલો મિક્સ કરી ભરી રાખી ફુદીના અને ખજૂર આંબલી ના પાણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

Similar Recipes