મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)

મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે સૌપ્રથમ એક પેન માં 2 ટીસ્પૂન ઘી ઉમેરીને ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરવું તરત જ એમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર હલાવી લેવું જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને કોઈપણ પ્રકારના ગઠ્ઠા રહે નહીં. હવે બધું ધીમા તાપે ગરમ થવા દેવું અને સતત હલાવતા રહેવું જેથી કરીને મિશ્રણ તળિયે ચોંટી ના જાય. પાંચ મિનિટમાં આ મિશ્રણ જાડુ થવા માંડશે.
- 2
જ્યારે મિશ્રણ પેન પર ચોંટતું બંધ થઈ જાય અને એનો એક ગોળો બની જાય ત્યારે સમજવું કે માવો તૈયાર છે. હવે એમાં 2 ટીસ્પૂન ઘી ઉમેરીને પાછું બરાબર મિક્સ કરી લેવું અને ધીમા તાપ પર સતત હલાવતા પકવતા રહેવું. ધીમે ધીમે માવા નો ભૂકો જેવું બનતું જશે.
- 3
જ્યારે એકદમ સુકું થઈ જાય અને કણી દેખાવા માંડે ત્યારે તેમાં ૩ ટેબલસ્પૂન દૂધ ઉમેરી પાછું બરાબર હલાવી લઈને ધીમા તાપે પકાવતા રહેવું. જ્યારે બધું દૂધ ઊડી જાય અને માવો એકદમ કોરો થઈ જાય અને બ્રેડ ક્રમ્સ જેવું થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને થોડું ઠંડું થવા દેવું. માવાનો રંગ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થવો જોઈએ. પહેલેથી છેલ્લે સુધી ધીમો તાપ રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે વધારે તાપ હશે તો માવો બળી જશે અને એના રંગ અને સ્વાદ માં ઘણો ફરક આવી શકે.
- 4
હૂંફાળા મિશ્રણને મિક્સરમાં પાઉડર જેવું વાટી લેવું. હવે તેમાં દળેલી ખાંડ, ઈલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં 6 ટેબલસ્પૂન દૂધ ઉમેરવું જેથી કરીને લોટ જેવું બંધાઈ જશે. દૂધ એકસાથે ઉમેરવું નહીં ધીરે ધીરે ઉમેરતા જવું જેથી વધારે ઢીલું ના થઈ જાય.
- 5
હવે માવાના મિશ્રણ ને એક સરખા 20 ભાગ માં વહેંચી ગોળ પેંડા વાળી લેવા. પેંડા ને બૂરુ ખાંડ માં રગદોળવા.
- 6
મથુરા પેંડાને બે દિવસ સુધી બહાર રાખી શકાય ત્યારબાદ અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય.
Similar Recipes
-
મથુરા ના પેંડા (Mathura Penda Recipe In Gujarati)
#PRઆ મથુરાના ફેમસ પેંડા છે જે શ્રીકૃષ્ણ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આને બનાવવા ખૂબ જ સહેલા છે. Payal Sachanandani (payal's kitchen) -
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
પેંડા (Penda Recipe In Gujarati)
#CTવડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે. Jyoti Joshi -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
માવા ના પેંડા(mava na penda recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૨૧ હેલો ફ્રેન્ડ્સ આજે હું માવા ના પેંડા ની રેસિપી લઈને આવી છું. રક્ષાબંધન ખૂબ જ નજીક આવી ગઈ છે. અને માવા ના પેંડા ખૂબ જ સરળતાથી બની જાય તેવી રેસીપી છે Nipa Parin Mehta -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)
#GC#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે. Dipika Bhalla -
કેસર પેંડા (saffron pede recipe in Gujarati)
#ff3કોઇ પણ તહેવાર આવે એટલે આપણે ગુજરાતીઓ ને પેંડા પહેલે યાદ આવે. પેંડા અલગ અલગ રીતે ઘણી રીતે બનાવવા મા આવે.ચોકલેટ પેંડા, થાબડી પેંડા,માવા ના પેંડા..મે આજે કેસર પેંડા બનાવેલા છે.આમ તો પેંડા માવા માં થી બનતા હોય છે પણ મેં મિલ્ક પાવડરમાથી પેંડા બનાવેલા છે. અપવાસ માં પણ ખાઈ શકાય. Hetal Vithlani -
ગુલાબજાંમુન
#ટ્રેડિશનલ #ગુલાબજાંમુન એટલે એક અેવી મિઠાઈ જે દરેક શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આમ ગુલાબજાંમુન બનાવવાના ઈન્સ્ટન્ટ પેકેટ મળે છે , ગુલાબજાંમુન માવા, પનીર, બ્રેડ, રવાના પણ બને છે, મેં આ ગુલાબજાંમુન મિલ્કપાવડર માંથી બનાવ્યા છે જેખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Harsha Israni -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
મિલ્ક પાઉડર બરફી
#RB6#WEEK6( મિલ્ક પાઉડર બનાવવામાં ખૂબ જ ઇઝી છે ગમે ત્યારે અચાનક ઘરે મહેમાન આવે અને બારેથી મીઠાઈ લાવવાનો ટાઈમ ના હોય તો ફટાફટ મિલ્ક પાઉડર બની જાય છે.) Rachana Sagala -
ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
ગઇકાલથી શ્રાવણ મહિનો શરુ થયો. આ મહિનામાં ઠાકોરજી ના ખાસ હિંડોળા દર્શન હોય, જે માટે દરરોજ નવી થીમ સાથે શણગાર થાય અને ભોગ ધરાવાય. જેમ કે ફળનો શણગાર, ફૂલનો શણગાર...વગેરે..પણ આ બધા સાથે ભોગમાં આ પેંડા તો અચૂક હોય. પહેલો દિવસ હતો તો મેં પણ પ્રસાદ માટે થોડા બનાવ્યા. કોઇ ગોકુળ જાત્રા કરીને આવે તો પ્રસાદમાં લઇ આવે, બાકી અહીં ત્યાંના જેવા બહાર નથી મળતા. અંદરથી કડક,બિલકુલ કણી વગરના, અને બહુ જ ટેસ્ટી. સાદા પેંડા કરતા બનતા દોઢો સમય લે, પણ બન્યા પછી આ જ ગમે....#સુપરશેફ3#monsoonspecial#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_30 Palak Sheth -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
#RC2#whiteમાવા ના પેંડા લડુ ગોપાલ ને પ્રિય છે માવા ના પેંડા Hinal Dattani -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
બદામ કેરેમલ ઇનસ્ટંટ પેંડા
માત્ર 10 મિનિટ મા તૈયાર કરો માવા ના પેંડા થી પણ સ્વાદિષ્ટ & પૌષ્ટિક પેંડા. Dipal Gandhi -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વ્હીટ હેલ્ધી કુકીઝ
#ઇબુક#Day18આ કુકીઝમાં ઘંઉનો લોટ, ઘી, બેસન,દળેલી ખાંડમાંથી બનાવ્યા છે જે હેલ્ધી છે, અને ટેસ્ટી પણ એટલા જ છે. Harsha Israni -
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે. Bhavna Desai -
શીરમલ (Sheermal Recipe In Gujarati)
શીરમલ કેસર અને ઈલાયચી વાળી થોડી મીઠી રોટી નો પ્રકાર છે જે ગ્રેટર ઈરાન માંથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી છે. આ રોટી કાશ્મીર તેમજ ઉત્તર ભારતના બીજા રાજ્યોમાં પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે.શીરમલ શબ્દ પર્ષીયન શબ્દો 'શિર' એટલે કે દૂધ અને 'મલ' એટલે મસળવું માંથી આવ્યો છે. આ રોટી બનાવવા માટે લોટ ને કેસર વાળા દૂધ થી બાંધવામાં આવે છે અને એમાં યીસ્ટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રોટી બનાવવા માં ઘણું બધું ઘી ઉમેરવામાં આવે છે અને એ રીતે આ રોટી નાન કરતાં ઘણી અલગ પડે છે. પરંપરાગત રીતે તંદૂરમાં બનાવવામાં આવતી આ રોટી આપણે અવનમાં અથવા તો તવા પર પણ બનાવી શકીએ. આ એક અલગ જ પ્રકારની રોટી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શીરમલ ને મુઘલાઈ વાનગીઓ સાથે પીરસવામાં આવે છે અને એને નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBWeek16થાબડી પેંડા(ઘી ના કીટા માંથી) Jignasa Avnish Vora -
મિલ્કી ચોકલેટ બોલ (Milky Chocolate Balls Recipe in Gujarati)
ચોકલેટ નાના મોટા બધાને પ્રિય હોય છે મિલ્ક પાઉડર માંથી બનતી આ ચોકલેટ મીઠાઈ ની ગરજ સારે છે Bhavini Kotak -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
# રક્ષાબંધન સેલિબ્રેશનરક્ષાબંધન ના ભાઈ બહેન ના પ્રેમનાં પર્વ પર મોં મીઠુ કરવા માટે કઈક મીઠાઈ તો હોય જ તો એને મેં સ્પેશિયલ બનાવવા માટે હોમ મેડ ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા બનાવ્યાં. B Mori
More Recipes
ટિપ્પણીઓ (17)