કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે.

કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)

આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250 ગ્રામ- તોતા પૂરી કેરી
  2. 1 વાડકી- ગોળ
  3. 1 વાડકી- ખાંડ
  4. 2 ચમચી- ગળ્યા અથાણાં નો મસાલો
  5. 2 ચમચી- કાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. સ્વાદ મુજબ - મીઠુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તોતા પૂરી કેરી ને ધોઈ ઝીણી સમારી લો. રાજાપુરી કેરી લઇ શકાય છે પણ એ ટેસ્ટ માં બહુ જ ખાટ્ટી હોય છે તેથી ગોળ અને ખાંડ વધારે પ્રમાણ માં લેવા પડે છે.એકલા ગોળ થી પણ આ અથાણું બનાવી શકાય છે પણ મેં ગોળ અને ખાંડ બંને લીધા છે.

  2. 2

    હવે સમારેલી કેરી માં મીઠુ, ખાંડ અને ગોળ નાંખી 1/2 કલાક રહેવા દો. પછી તાવડી માં એ મિશ્રણ લઇ એક તાર ની ચાસણી થાય પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે તાવડી માં કેરી નું મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં લાલ મરચું પાઉડર અને અથાણાં નો મસાલો નાંખી દો. તો રેડી છે કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jitendra Shah
Jitendra Shah @ji2shah
What the hell is in your recipe ... carry parrot ? and one fence ? NO MAKEEE SENSE EO JI ....???

Similar Recipes