દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CT
અમદાવાદ સિટીમાં અલગ-અલગ પ્રકારના નાસ્તા બને છે. અહીંના લોકો ખાવાના પણ ખૂબ જ શોખીન છે. અમદાવાદમાં દાસ ના ખમણ છેલ્લી ત્રણ પેઢીથી ફેમસ છે. દાસ ના ખમણ અલગ અલગ જાતના બને છે. જેમકે ગ્રીનફ્રાય ખમણ, મરી વાળા ખમણ, દહીં વાળા ખમણ અને ટમ ટમ ખમણ એમ અનેક જાતના બનાવવામાં આવે છે. દાસ ના ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. અહીં મે ટમ ટમ ખમણ બનાવ્યા છે. જે સ્વાદમાં તીખા અને ચટાકેદાર હોય છે. મિત્રો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ વ્યક્તિ
  1. 1 વાડકીચણાની દાળ
  2. 2 મોટી ચમચીખાટું દહીં
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીઈનો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. ખમણ વધારવા માટે :
  12. 2 મોટી ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીતલ
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. ગાર્નિશ માટે :
  18. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાની દાળને પાંચ-છ કલાક પલાળી રાખો. પલાળેલી દાળને મિક્સર જારમાં દરદરી વાટી લો. પછી તેમાં તેલ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર ફેંટી લઈ સાત આઠ કલાક માટે આથો લાવવા માટે ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી દો.

  2. 2

    આથો આવી જાય પછી ઢોકળાના વાસણને ગરમ થવા મૂકો. ત્યાંસુધી ખીરામાં બધા મસાલા કરી લેવા. જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરવું.

  3. 3

    પછી ખીરા માં બે ચમચી તેલ નાખી. તેના પર ઇનો એડ કરી તેની પર એક ચમચી પાણી રેડી ધીમે ધીમે મિક્સ કરી લેવું.

  4. 4

    હવે સ્ટીલના ડબ્બા ને તેલ થી ગ્રીસ કરો. તેમાં ખીરું રેડી દસ મિનિટ માટે સ્ટીમ થવા દેવું. ખમણ રેડી થઈ ગયા છે. પછી ડબ્બામાંથી ખમણ બહાર કાઢી તેની પર નેપકીન ઢાંકી 10 મિનિટ રહેવા દેવું.

  5. 5

    ખમણ ઠંડા થાય પછી વઘાર માટે તેલ ગરમ કરો. તેલ મૂકીને તેમાં રાઈ હિંગ અને તલનો વઘાર કરો. પછી ગેસ ઓફ કરી દો. તેમાં ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું એડ કરીને હલાવી લો.પછી તેમાં ખમણ એડ કરીને હલકા હાથે હલાવી લો. ટમ ટમ ખમણ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તેની પર કોથમીર ભભરાવીને ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (23)

Similar Recipes