ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212

આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)

આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 વાટકીરાંધેલા ભાત
  3. 1 - 2લીલા મરચાં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. લાલ મરચું સ્વાદ મુજબ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીલીંબુનો રસ
  8. સોડા જરુર મુજબ
  9. તેલ તળવા માટે
  10. પાણી જરુર મુજબ
  11. ખાંડ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો એક બાઉલમાં આપણે લીલા મરચાં,ખાંડ અને લીંબુનો રસ લઈ ને મીક્સ કરશુ

  2. 2

    હવે તે બાઉલમાં માં ચણાનો લોટ નાખી ને તેમાં મીઠું અને મરચું ઉમેરવાનું

  3. 3

    હવે તેમાં ખાવાના સોડા, ગરમ મસાલો અને ભાત ઉમેરી ને આપણે ભજીયા નુ ખીરું તૈયાર કરશું ખીરું બહુ પતલુ ન થાય એ ધ્યાન રાખી એમા પાણી ઉમેરવુ

  4. 4

    ખીરું તૈયાર થયા પછી હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનુ

  5. 5

    તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ના ખીરા ને ધીરે ધીરે ચમચી વડે તળવા ના ચાલુ કરીશુ

  6. 6

    ભજીયા ને ધીમા તાપે બદામી રંગ ના થાય ત્યાં સુધી તળવા ના પછી જારા વડે આપણે તેને બહાર કાઢી લેશું

  7. 7

    તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ભાત ના ભજીયા જેને ટામેટા ના સોસ સાથે ખાવા ની મજા જ કઈ ઓર હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpy Aacharya
પર

Similar Recipes