રાજસ્થાની ખોબા રોટી અને પંચમેળ દાળ (Rajasthani Khoba Roti Panchmel Dal Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#પ્રથમ વખતનો પ્રયાસ... નવું શિખ્યા નો આનંદ

રાજસ્થાની ખોબા રોટી અને પંચમેળ દાળ (Rajasthani Khoba Roti Panchmel Dal Recipe In Gujarati)

#પ્રથમ વખતનો પ્રયાસ... નવું શિખ્યા નો આનંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ખોબા રોટી માટે: ૧ વાટકો ઘઉં નો ઝીણો લોટ
  2. ૧ વાટકો ઘઉં નો ભાખરી માટેનો જાડો લોટ
  3. મુઠ્ઠી પડતા મોણ માટે તેલ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. પંચમેળ દાળ માટે : 1 ચમચો તુવેરની દાળ
  6. 1ચમચો ચણાની દાળ
  7. 1ચમચો કાળી અડદની દાળ
  8. 1ચમચો સફેદ અડદની દાળ
  9. 1ચમચો મગની મોગર દાળ
  10. 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  11. 1ટમેટું ઝીણું સમારેલું
  12. 2 નંગતીખા લીલા મરચા ઝીણા સમારેલા
  13. 1 ટુકડોઆદુનો ઝીણું સમારેલું અથવા ખમણેલું
  14. ૧ નંગતમાલપત્ર ;બે નંગ સુકા લાલ મરચાં
  15. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  16. 1ડાળખી મીઠો લીમડો
  17. બેથી ત્રણ ચમચી માખણ
  18. વઘાર માટે ઘી
  19. રોજિંદા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાંચ દાળને પાણીથી બરાબર ધોઈ અને 1/2કલાક પલાળી મુકો.ત્યારબાદ પ્રેશર કુકરમાં બાફી ને તૈયાર કરો.દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં કથરોટમાં બંને લોટ મિક્સ કરી તેમાં મીઠું ઉમેરી મુઠી પડતું મોણ નાંખી બરાબર મિક્સ કરો અને ભાખરી જેવો કઠણ લોટ બાંધો.

  2. 2

    દાળ બફાઈને તૈયાર થાય એટલે કડાઈમાં ઘી ગરમ મૂકી જીરૂ, હિંગ, તમાલપત્ર, સૂકામરચાંનો વઘાર કરી ઝીણા સમારીને તૈયાર કરેલા તમામ લીલા મસાલા ઉમેરી અને સહેજ બે મિનિટ માટે સાંતળો.ત્યારબાદ હળદર મરચું ધાણાજીરું અને બાફીને તૈયાર કરેલી દારૂ મેરી જરૂરીયાત અનુસાર પાણી અને મીઠું ઉમેરી બરાબર એકરસ કરો.દાળ બરાબર ઉકળી ને તૈયાર થાય એટલે તેમાં માખણ અને કોથમીર ઉમેરો.

  3. 3

    તૈયાર કરેલ ભાખરી ના લોટ માંથી ભાખરી વણી તેમા આંગળીની મદદથી ચપટી ભરી ખોબા રોટી માટે મનગમતી ડિઝાઇન તૈયાર કરો અને માટીની લોઢી પર એકદમ ધીમા તાપે શેકો.

  4. 4

    તો તૈયાર છે.. રાજસ્થાની ખોબા રોટી અને પંચમેળ દાળ ની મજેદાર વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes