ચુરમાના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)

Sonal Patel
Sonal Patel @cook_28286679

આ રેસિપી મે મારા વતનમાં હોળીના દિવસે હોલિકાને ભોગ ધરાવવા માટે અમારા ઘરમાં ચુરમાના લાડુ બને છે પણ આ લાડુ માં એક ખસ ખસ ને કમી રહી ગઈ છે

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)

આ રેસિપી મે મારા વતનમાં હોળીના દિવસે હોલિકાને ભોગ ધરાવવા માટે અમારા ઘરમાં ચુરમાના લાડુ બને છે પણ આ લાડુ માં એક ખસ ખસ ને કમી રહી ગઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૩ લોકો
  1. 300 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 2 ચમચીબેસન
  3. 2 ચમચીઘી લોટ બાંધવા
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. 200 ગ્રામખાંડનો પાઉડર
  6. મુઠીયા તળવા માટે ઘી યા તેલ
  7. 3 (4 ચમચી)કાજુના ટુકડા
  8. ૨૦૦ ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લઇ એમાં બે ચમચી બેસન બે ચમચી ઘી નાખીને સારી રીતે મિક્સ કરવું

  2. 2

    એમાં જરૂર મુજબ પાણી નાખીને સરસ ડો તૈયાર કરવો

  3. 3

    હાથમાં એક રોટલી ના લોટ જેટલો લોટ લઈને મુઠીયા બનાવવા

  4. 4

    એક વાસણમાં ગી ગરમ કરવા મૂકવું અને એમાં લાઈટ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરવા

  5. 5

    આ મુઠીયા ઠંડા થાય એના પછી એ નાના નાના ટુકડા કરી મિક્સરમાં ભૂક્કો કરી લેવો

  6. 6

    એમાં જ દળેલી ખાંડ ઈલાયચી પાઉડર અને કાજુના ટુકડા નાખી ઘી ગરમ કરીને નાખી સારી રીતે મિક્સ કરી લેવો

  7. 7

    અહીં તમે તમારી ઈચ્છા મુજબના ડ્રાયફ્રુટ્સ નાખીને નાના-મોટા લાડુ બનાવી શકો છો

  8. 8

    તમે આ મુઠીયા ની ઘણી જગ્યાએ તેલમાં ફ્રાય કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળ નાખી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Patel
Sonal Patel @cook_28286679
પર

Similar Recipes