જૈન દાલ મખની (Jain Dal makhani Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિન્ગ્સ
  1. 1 કપબાફેલા રાજમાં અને આખા અડદ
  2. 1 કપટામેટાં, આદુ, મરચા અને કાજુની પેસ્ટ
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 1/4 કપઅમુલ ફ્રેશ ક્રીમ
  5. 1/4 ટેબલ સ્પૂનશાહી જીરું
  6. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનપંજાબી મસાલો
  9. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનઅમુલ બટર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ અડદ અને રાજમાં બેવ એકસરખા પ્રમાણ માં લઇ ધોઈ અને 6-7 કલાક પલાળી અને પછી બરાબર બાફી લો... ત્યાર બાદ મિક્સચર બાઉલમાં 3 મોટા ટામેટાં, 2 લીલા મરચા, 1 ઇંચ આદુ નો ટુકડો અને 8-10 કાજુ લઇ ક્રશ કરી અને પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં ઘી મૂકી જીરું સાંતળી તેમાં ટામેટાં પેસ્ટ ઉમેરો અને 5 મિનિટ માટે મધ્યમ આંચ પર પેસ્ટ ચડવા દો ત્યાર બાદ તેમાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી દો.

  3. 3

    મસાલા બરાબર ચડવા દો.. ગ્રેવીમાં થી ઘી છૂટું પાડવા લાગે ત્યારે તેમાં ક્રીમ ઉમેરી અને મિક્સ કરો. હવે આ ગ્રેવીમાં બાફેલા રાજમાં અને અડદ મિક્સ કરી દો.

  4. 4

    હવે આ દાલ માં 1/2 કપ પાણી નાખી 10 મિનિટ ધીમી આંચ પર ચડવા દો ત્યાર બાદ તેમાં અમુલ બટર અને બારીક સમારેલા ધાણા ઉમેરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.

  5. 5

    તૈયાર દાલમખની ને ક્રીમ અને ધાણા વળે સજાવી રોટલી, પરોઠા, નાન કે રાઈસ જોડે સર્વ કરો.

  6. 6

    નોંધ :- *અડદ અને રાજમાં નું પ્રમાણ આપડા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું લઇ શકાય.
    * ઘરમાં ક્રીમ ના હોઈ તો મલાઈ અને દહીં બેવ મિક્સ કરીને પણ ઉમેરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes