સાંભાર (Sambhar Recipe in Gujarati)

Maitri Upadhyay Tiwari
Maitri Upadhyay Tiwari @cook_mai1901
અમદાવાદ

#AM1
સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે.

સાંભાર (Sambhar Recipe in Gujarati)

#AM1
સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો માટે
  1. દાળ બાફવાની સામગ્રી
  2. ૨ વાટકીતુવેર દાળ
  3. ૧૦૦ મિલી પાણી
  4. 1ટમેટું
  5. 1લીલું મરચું
  6. દાળ તૈયાર કરવાની સામગ્રી
  7. તેલ, હીંગ, મીઠું,લાલ મરચું પાઉડર, હળદર, સાંભાર મસાલો,રાઈ, જીરું
  8. લાલ સૂકું મરચું
  9. 1ડુંગળી (મીડીયમ‌ કાપેલી)
  10. 1ટામેટું
  11. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુવેર દાળને પાણીથી ત્રણ વાર ધોઈને તેમાં ૨ મોટા કપ જેટલું પાણી નાંખો અને એક ટમેટું અને લીલું મરચું સુધારીને નાંખો. કૂકરમાં તેને ૪ સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે દાળને કૂકરમાંથી બહાર કાઢી બ્લેન્ડર વડે પીસી લો.જરૂર મુજબ પાણી ઉમેરો.

  3. 3

    હવે એક લોયામાં તેલ ગરમ કરો અને તેલ આવી જાય એટલે તેમાં હીંગ,મીઠો લીમડો,રાઈ, જીરું,લાલ સૂકું મરચું,ચપટી લાલ મરચું, હળદર અને સાંભાર મસાલો ઉમેરો.

  4. 4

    ઝીણી કાપેલી ડુંગળી અને ટામેટાને આ મિશ્રણમાં ઉમેરી ગ્રેવી તૈયાર કરી લો.હવે પાણી નાંખેલી દાળને નાંખી એક ઉભરો આવે એટલે લાલ મરચું, મીઠું, હળદર,અને સાંભાર મસાલો ઉમેરી દાળમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    સાંભાર માટેની દાળ તૈયાર છે તેની ઉપર કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitri Upadhyay Tiwari
પર
અમદાવાદ
મને રસોઈનો ખૂબ જ શોખ છે અને નવી વાનગીઓ બનાવીને બધાને ખવરાવવું ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes