સોયા મંચુરીયન ફ્રાઇડ રાઇસ (Soya Manchurian Fried Rice Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

સોયા મંચુરીયન ફ્રાઇડ રાઇસ (Soya Manchurian Fried Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. સોયા ચંક્સ બોઇલ કરવા માટેઃ
  2. 1 કપસોયા ચંક્સ
  3. 3 કપપાણી
  4. 1 ચમચો સોયા સોસ
  5. 1/2 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદાનુંસાર
  7. 1લીલું મરચું લાંબું કાપેલું
  8. 1 ચમચીછીણેલું આદુ
  9. સોયા ચંક્સ તળવા માટેઃ
  10. બોઇલ કરેલા સોયા ચંક્સ
  11. 2-3 ચમચીકોનૅ ફલૉર
  12. તેલ તળવા માટે
  13. રાઇસ માટેઃ
  14. 11/2 કપબાસમતી રાઇસ
  15. મીઠું સ્વાદાનુંસાર
  16. 1 ચમચીતેલ
  17. પાણી જરૂર મુજબ
  18. ગ્રેવી માટેઃ
  19. 3-4 ચમચા તેલ
  20. 2ડુંગળી જીણી સમારેલી
  21. 1/2 કપગાજર જીણા સમારેલા
  22. 1/2 કપકોબીજ જીણી સમારેલી
  23. 2 ચમચીસમારેલા ફ્રેન્ચ બીન્સ
  24. 2 ચમચીકેપ્સીકમ જીણું સમારેલું
  25. 1 ચમચીઆદું જીણો સમારેલો
  26. 1 ચમચીલસણ જીણું સમારેલું
  27. 1 ચમચીલીલું મરચું જીણું સમારેલું
  28. 2 ચમચીસોયા સોસ
  29. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  30. 2 ચમચીરેડ ચીલી સોસ
  31. 2 ચમચીકેચપ
  32. 1 કપપાણી
  33. તળેલા સોયા ચંક્સ
  34. 2-3 ચમચીકોનૅ ફલૉર સ્લરી
  35. 1/2 ચમચીમરી પાઉડર
  36. મીઠું સ્વાદાનુંસાર
  37. કૂક કરેલા રાઇસ
  38. કોથમીર સજાવટ માટે
  39. કોબીજ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને 2-3 વખત પાણી વડે સાફ કરી 1 કલાક પાણીમાં પલાળી દો. પછી ગરમ પાણી માં ચોખાને નાખી 80% જેટલા કૂક કરી લો અને ચાળણીમાં લઇ ઉપર થી ઠંડું પાણી નાખી દો. 1-2 કલાક તેમાં જ રહેવા દો. જેથી પાણી સરખું નિકળી જાય.

  2. 2

    હવે સોયા મંચુરીયન બનાવીશું. તેના માટે એક વાસણમાં પાણી નાખી ગરમ કરો. પછી સોયા સોસ, મરચાના ટૂકડા, આદૂનું છીણ તેમજ મીઠું નાખી મિક્સ કરી લો.

  3. 3

    પછી સોયા ચંક્સ નાખી દો. તે સોફ્ટ થાય ત્યાં સુધી 10-15 મિનિટ સુધી રહેવા દો. પછી ચાળણીમાં કાઢી લો.

  4. 4

    તે ઠંડા થાય પછી કોનૅ ફલૉર નાખી મિક્સ કરી લો અને પછી તેલ ગરમ મૂકી ગોલ્ડન કલર ના તળી લો.

  5. 5

    બધું શાક સમારી લો. હવે એક લોયામાં તેલ ગરમ મૂકી ડુંગળી, આદું, મરચા અને લસણ નાખી સાંતળી લો. પછી તેમાં ગાજર, કોબી અને ફ્રેન્ચ બીન્સ નાખી સાંતળી લો.

  6. 6

    પછી તેમાં મીઠું, મરી પાઉડર અનેબધા સોસ નાખી મિક્સ કરી લો અને 1 કપ પાણી નાખી 5 મિનિટ ઢાંકી દો.

  7. 7

    કોનૅ ફલૉર માં પાણી નાખી આ મિશ્રણ માં નાખી મિક્સ કરી દો અને સોયા ચંક્સ તેમજ કેપ્સીકમ નાખી દો.

  8. 8

    બધું પાણી શોષાઇ જાય અને ઘાટી ગ્રેવી થઇ જાય એટલે ભાત નાખી હલ્કા હાથે મિક્સ કરી લો.

  9. 9

    તો તૈયાર છે સોયા મંચુરીયન ફ્રાઇડ રાઇસ. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes