ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#AM2
લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ.

ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)

#AM2
લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપ બાસમતી ચોખા
  2. ૧ કપ ગાજર,લીલા વટાણા
  3. ૧/૨ કપ કાજુ
  4. ૧ સમારેલા કાંદા
  5. ૧ સમારેલા ટામેટાં
  6. ૧ ચમચી જીરૂ
  7. ૧ ચમચી લીંબુનો રસ
  8. ૨ ચમચી દેશી ઘી
  9. 1તમાલપત્ર,તજ,લવિંગ,ઈલાયચી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પેસ્ટ:
  12. ૧ કપ ફુદીનો
  13. ૧/૨ કપ કોથમીર
  14. ૧ કેપ્સીકમ
  15. ૧ ટુકડો આદુ
  16. ૨ લીલા મરચાં
  17. ૨ કળી લસણ
  18. ૧ ચમચી બિરયાની મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખાને બાફી લેવા.મિક્સર જાર માં પેસ્ટ ના ઘટકો નાખી બ્લેન્ડ કરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ થાય એટલે કાજુ ગુલાબી કરી લેવા.બધા ખડામસાલા અને જીરૂ ઉમેરો.કાંદા સાતરવા.ગાજર,વટાણા,ટામેટાં નાખી બે મિનિટ સુધી થવા દો.પેસ્ટ ઉમેરો.

  3. 3

    બાફેલાં ચોખા અને કાજુ ઉમેરો.બિરયાની મસાલો,મીઠું,લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરવા.બે મિનિટ ઢાંકી રાખો.ફુદીના રાઈસ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes