વેજી પોકેટ્સ (Veg pockets recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week2
વેજી પોકેટ્સ એ ચાઇનીઝ ક્યુઝીનની વાનગી છે. તેના સ્ટફીંગ માં મે બાફેલા નૂડલ્સ, વેજીટેબલ્સ માં ડુંગળી, કોબી, કેપ્સિકમ લીધા છે, આ સિવાય ફણસી, ગાજર, લીલી ડુંગળી પણ લઈ શકાય. મસાલા માં મે મરી પાઉડર અને અન્ય સોસ લીધા છે. પોકેટ્સ અલગ જ પદ્ધતિ થી બનાવવામાં આવે છે તેથી બનાવવામા પણ મજા પડે છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો.

વેજી પોકેટ્સ (Veg pockets recipe in Gujarati)

#GA4
#Week2
વેજી પોકેટ્સ એ ચાઇનીઝ ક્યુઝીનની વાનગી છે. તેના સ્ટફીંગ માં મે બાફેલા નૂડલ્સ, વેજીટેબલ્સ માં ડુંગળી, કોબી, કેપ્સિકમ લીધા છે, આ સિવાય ફણસી, ગાજર, લીલી ડુંગળી પણ લઈ શકાય. મસાલા માં મે મરી પાઉડર અને અન્ય સોસ લીધા છે. પોકેટ્સ અલગ જ પદ્ધતિ થી બનાવવામાં આવે છે તેથી બનાવવામા પણ મજા પડે છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોક્કસ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
8 નંગ
  1. સ્ટફીંગ બનાવવા માટે
  2. 1 ટે.ચમચીતેલ
  3. 1 ટી.સ્પૂનઝીણું સમારેલું લસણ
  4. 1/2 ટી.સ્પૂનછીણેલું આદુ
  5. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  6. 1/4 કપઝીણી સમારેલી કોબી
  7. 1/4 કપઝીણું સમારેલું કેપ્સિકમ
  8. 1/2 કપબાફેલા નૂડલ્સ
  9. 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ટી.સ્પૂનગ્રીન ચીલી સોસ
  12. 1 ટી.સ્પૂનરેડ ચીલી સોસ
  13. 1 ટી.સ્પૂનસોયા સોસ
  14. 1 ટી.સ્પૂનટોમેટો સોસ
  15. 1/2 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  16. પોકેટ્સ બનાવવા માટે
  17. 2 કપમેંદો
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 2.5 ટે.ચમચીતેલ
  20. 1/2 ટી.સ્પૂનલીંબુનો રસ
  21. જરૂર મુજબપાણી
  22. જરૂર મુજબમેંદાની સ્લરી
  23. જરૂર મુજબતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1
  2. 2

    સ્ટફીંગ બનાવવા માટે એક પેનમાં તેલ લઇ, ગરમ થાય એટલે લસણ અને આદુ સાંતળવા, હવે તેમા ડુંગળી એડ કરવી,

  3. 3

    ત્યારબાદ કોબી અને કેપ્સિકમ એડ કરી બધું સારી રીતે સાંતળવુ. હવે મરી પાઉડર, મીઠું, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ, મરચું પાઉડર એડ કરવું. સૌથી છેલ્લે બાફેલા નૂડલ્સ એડ કરી મિક્સ કરી લેવું. ફલૅમ પરથી લઈ લેવું. હવે તેને ઠંડું કરવું.

  4. 4

    મેંદાની સ્લરી બનાવવા માટે એક કટોરીમાં 4 ટી.ચમચી મેંદો લઈ તેમાં 4 ટી.ચમચી પાણી એડ કરી ઘટ્ટ સ્લરી બનાવવી.

  5. 5

    પોકેટ્સની કણક તૈયાર કરવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેંદાનો લોટ, મીઠું, તેલ અને લીંબુનો રસ એડ કરી મુઠ્ઠી પડતું લોટ બાંધવું. લોટ પૂરી કે પરોઠા જેવું રાખવું. તેને 15 મિનિટ રેસ્ટ આપવુ.

  6. 6

    પોકેટ્સ બનાવવા માટે તૈયાર કરેલ કણકમાથી એકસરખા લુઆ કરી લેવા. એક લુઓ લઈ નોર્મલ રોટલીની સાઈઝની રોટલી વણવી, હવે તેને ચોરસ શેઈપ આપવા ચારેય સાઇડ્સ કટ કરી લેવી.

  7. 7

    હવે આ ચોરસ રોટલી ને વચ્ચે કટ કરી બે ભાગ કરવા. એટલે બે લંબચોરસ પટ્ટીઓ બનશે.

  8. 8

    હવે એક પટ્ટીને ઊભી રાખી, તેના પર ફોટો માં બતાવ્યા મુજબ 1/8 ટી.ચમચી જેટલી મેંદાની સ્લરી લગવવી. હવે બીજી પટ્ટી લઇ તેને ફોટો મા બતાવ્યા મુજબ આડી એવી રીતે મુકવી કે + બને.

  9. 9

    તેમાં વચ્ચે તૈયાર કરેલ સ્ટફીંગ 1 ટે.ચમચી જેટલું મુકી નીચે બતાવ્યા મુજબ વારાફરતી ચારેય લેયર પર મેંદાની સ્લરી લગાવી કવર કરતા જવુ. અને પોકેટ બનાવવા.

  10. 10
  11. 11

    પોકેટ્સ ની કિનારી પર ફોર્ક વડે ડિઝાઈન બનાવી. આ રીતે બધા તૈયાર કરી લેવા.

  12. 12

    હવે તેલ ગરમ કરી મિડીયમ લો ફલૅમ પર ગોલ્ડન કલર ના તળી લેવા. ટોમેટો સોસ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes