રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને 1/2 પોણો કલાક પાણીમાં પલાળી રાખો. બધું જ શાકભાજી મીડિયમ સાઇઝનાં સુધારી લેવુ. પનીર ના બી નાના-નાના ટુકડા કરી લેવા.
- 2
ગાજર. બટાકા.ફ્લાવર.માં ત્રણ ચમચી દહીં નાખો એને તેમાં મીઠું મરચું થોડી હળદર ઉમેરી હલાવી અને મેરીનેટ કરવા મૂકી દો. પનીરના પણ નાના ટુકડા કરી તેમાં પણ દહીં મરચું મીઠું ધાણાજીરું ઉમેરી બાજુ મા મુકી રાખો.
- 3
બે ચમચી તેલ મૂકી તેમાં પહેલા કાજુ તળી લેવા પછી કેપ્સીકમ તળી લેવા અને પછી તેમાં જ ડુંગળી પણ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી.
- 4
ડુંગળી બહાર કાઢી અને તેમાં થોડું તેલ અને ઘી ઉમેરી મેરીનેટ કરેલા શાકભાજી ને વધારવા.
- 5
બીજા એક અલગ તપેલામાં ગરમ પાણી કરવા મૂકવું પાણી ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરી દેવા. તેમાં વટાણા તજ લવિંગ ઈલાયચી નાખી દેવા. ભાત ૮૦ ટકા જેટલા ચડી જાય એટલે તેને કાણાવાળા જારા માં ઓસાવી લેવા..
- 6
મેરીનેટ કરેલા શાક ને ઢાંકી દેવું તેમાં થોડું પાણી ઉમેરી અને ૮૦ ટકા જેટલું ચડાવી લેવું.શાક 1/2 પાકું ચડી જાય પછી તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો અને ધાણાજીરૂ ઉમેરી હલાવી લેવું.
- 7
હવે એક કઢાઈમાં કે નોનસ્ટીક પેનમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં જીરું એડ કરવું જીરૂ તતડી જાય એટલે ગેસ બંધ કરી તેની ઉપર સાંતળેલો શાક પાથરો. પછી તેના ઉપર આસાવેલા ભાતનું એક પતલુ લેયર કરો..
- 8
પહેલા શાકનું પછી ભાતનું અને ફરી પાછુ શાકનું લેયર કરી તેની ઉપર ફરી બધા વધેલા ભાત પણ પાથરી લો.
- 9
હવે તેમાં ઉપરથી એક ચમચી ચોખ્ખું ઘી એડ કરો. આ ટાઈમે કેસરવાળું દૂધ ઉમેરી શકાય છે.હવે રોટલીનો લોટ બાંધી અને આની ફરતે ચોંટાડી દો અને એની ઉપર ફીટ ઢાંકણું દબાવી અને તપેલું બંધ કરી દો. કુકર અથવા તો તપેલાને નીચે લોઢી મૂકી અને પહેલાં પાંચ મિનિટ ગેસ ફાસ રાખી અને અંદર સ્ટીમ થવા દો. પછી ગેસ એકદમ ધીમો કરી ૨૦ મિનિટ સુધી તેને ચઢવા દો.
- 10
ગેસ પરથી નીચે ઉતારી થોડીવાર તેને તેમજ સીઝવા દો દસ મિનિટ પછી ઉપરથી ઢાંકણું લઈ કોથમીરથી ગાર્નિશ કરો અને કાજુ અને દ્રાક્ષ ઉમેરી દો અને તૈયાર છે તમારી ડબલ લેયર વાળી વેજ બિરયાની..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
-
-
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પહેલી વાનગી Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે. Falguni Shah -
-
-
ફ્રુટ & નટ ડેઝર્ટ (Fruit and Nut Dessert Recipe in Gujarati)
#GA4#WEEK22#FRUIT CREAM Dipali Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ