કાશ્મીરી  દમ આલુ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

કાશ્મીર ની બહુ જ પસંદિતા વાનગી જેના વગર પંજાબી થાળી સંપૂર્ણ ના કહેવાય.

કાશ્મીરી  દમ આલુ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)

કાશ્મીર ની બહુ જ પસંદિતા વાનગી જેના વગર પંજાબી થાળી સંપૂર્ણ ના કહેવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35  મીનીટ
4 સર્વ
  1. કાંદા ની પેસ્ટ --1/2 કપ કાંદા ની સ્લાઈસ
  2. 2લવીંગ
  3. 1તજ
  4. 3 ચમચીઆદુ- લસણ ના પીસ
  5. 1 ચમચીસમારેલા લીલા મરચાં
  6. 3કાશ્મીરી લાલ મરચા ના પીસ
  7. 1/2 ચમચીહળદર
  8. મીઠું
  9. 2 ચમચીતેલ
  10. શાક માટે --1/2 કીલો બાફેલા નાના બટાકા
  11. 1/2 કપમોળું દહીં
  12. 1/2 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીજીરું
  14. 1 ચમચીધાણા પાઉડર
  15. 1/4 ચમચીહળદર
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 3/4 કપટામેટા નો પલ્પ (કાચો જ લેવો)
  18. 1/2 ચમચીસાકર
  19. 1 ચમચીકસુરી મેથી
  20. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

35  મીનીટ
  1. 1

    કાંદા ની પેસ્ટ-- પેન માં તેલ ગરમ કરી અંદર તજ, લવીંગ,આદુ- લસણ,કાશ્મીરી લાલ મરચાં,હળદર અને મીઠું નાખી સોતે કરવું.ઠંડુ કરી મિક્સર માં પેસ્ટ કરવી.પાણી નાખવું નહીં.

  2. 2

    દહીં ને 1/4 કપ પાણી માં વલોવી ને સાઈડ પર રાખવુ.ટામેટા ને મિક્સર મા ક્રશ કરી પ્યોરે બનાવવી.

  3. 3

    બાફેલા બટાકા ની છાલ કાઢી કાટાં થી અંદર કાંણા પાડી એને ઉંડા બાઉલ માં લાલ મરચું અને મીઠું નાખી ને ટોસ્ટ કરવા.

  4. 4

    પેન માં તેલ ગરમ કરી, ચીલી પટેટો ને 5 મીનીટ સોતે કરવા. નિતારી ને પ્લેટ માં કાઢી લેવા.

  5. 5

    એજ તેલવાળી પેન માં જીરું સોતે કરી,કાંદા ની પેસ્ટ, હળદર,ધાણા પાઉડર અને ગરમ મસાલો નાંખી 2 મીનીટ કુક કરવુ.

  6. 6

    અંદર ટામેટા નો પલ્પ નાંખી,1/4 કપ પાણી અને મીઠું નાખી 2 મીનીટ કુક કરવુ.

  7. 7

    ગેસ બંધ કરી, દહીં નું મીક્ષણ નાંખી ને હલાવવું.સાકર નાખવી.મીકસ કરવું.

  8. 8

    ગેસ ચાલુ કરી ચીલી પટેટો અને કસુરી મેથી મસળી ને નાંખી, 1 મીનીટ કુક કરવુ. કોથમીર છાંટી ગરમ જ રોટલી સાથે મઝા માણો અને રવિવાર ના લંચ ને યાદગાર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes