કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

કાંદા પોહા

હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
3લોકો
  1. 1 1/2 વાટકીજાડા પોહા
  2. 2ડુંગળી બારીક કટકા
  3. 4લિલા મરચા સમારેલા
  4. લીંબુ નો રસ
  5. 1/2 ચમચીહળદર
  6. ૩ ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઇ
  8. 1/2 ચમચીજીરું
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1/4 વાટકી શીંગદાણા
  11. 1/4 ચમચીખાંડ
  12. ગાર્નિશ કરવા માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌપ્રથમ પોહા ને સરખી રીતે ધોઈને પાંચ મિનિટ માટે પલાળી રાખો.
    પછી એમાં મીઠું લીંબુનો રસ અને ખાંડ નાખીને હાથથી સરખી રીતે મિક્સ કરો

  2. 2

    કઢાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એમાં રાઈ જીરું મરચાના ટુકડા નાખો. ત્યાર બાદ તેમાં ડુંગળીના કટકા નાખો. હવે બધા ને સરખી રીતે સાતળો. ત્યારબાદ તેમાં શીંગદાણા નાખો

  3. 3

    પછી એમાં હળદર અને પલાળેલા પોહા નાખીને મિક્સ કરો. બે-ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો. પછી ગરમ ગરમ ધાણા નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes