લીલી દ્રાક્ષ અને અખરોટ નું રાઇતું (Green Grapes Walnut Raita Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

એકદમ healthy અને ખટમીઠું રાઇતું જે બધાને જ ભાવે... Highly protein recipe
ટિપ્સ : દહીં બહુ ખાટુ ન હોવું જોઈએ અને દ્રાક્ષ ખાટી ન હોવી જોઈએ.

લીલી દ્રાક્ષ અને અખરોટ નું રાઇતું (Green Grapes Walnut Raita Recipe In Gujarati)

એકદમ healthy અને ખટમીઠું રાઇતું જે બધાને જ ભાવે... Highly protein recipe
ટિપ્સ : દહીં બહુ ખાટુ ન હોવું જોઈએ અને દ્રાક્ષ ખાટી ન હોવી જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપફેટેલું દહીં
  2. ૧/૨ કપદ્રાક્ષ
  3. ૧/૪ કપચોપ કરેલા અખરોટ
  4. ૧ ટી સ્પૂનબ્રાઉન શેકેલું જીરું ખાંડેલું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ખાંડ સ્વાદાનુસાર
  7. લાલ મરચું પાઉડર સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં લો અને બરાબર ફેટી સ્મૂથ બનાવી લો.બિલકુલ પાણી ન હોવું જોઈએ. અને બીજી બાજુ પેનમાં જીરું શેકવા મૂકી દો અને એને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

  2. 2

    બીજી બાજુ અખરોટ ને પણ સમારીને બારીક ટુકડા કરી લો. અને દ્રાક્ષ ને વચ્ચેથી બે ભાગ કરી કાપી લો. દ્રાક્ષ એકદમ મીઠી લેવી.

  3. 3

    જીરું શેકાઈ જાય એટલે એને ખાંડી ને પાઉડર બનાવી લો. એકદમ પાઉડર નથી બનાવાનો.. એને અધકચરું ખાંડવાનું છે.

  4. 4

    દહીં માં મીઠું અને ખાંડ નાખી હલાવી લો. પછી તેમાં લાલ મરચું પાઉડર અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો અને પછી અખરોટ અને દ્રાક્ષ નાખી બરાબર મિક્ષ કરી લો. અને એને એને ઠંડુ કરવા ફ્રિજમાં મૂકવું અને ઠંડુ રાઇતું સર્વ કરવું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes