ટુ લેયર ખમણ વીથ મેંગો ગ્રીન ચટણી (Two Layer Khaman with Mango Green Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Karte Hai Ham Pyar.....
MANGO & GREEN CHUTNEY KHAMAN Se....
Hamko Khhana Bar Bar
TWO LAYER KHAMAN reeeee
તો....... ચાલો....... એકદમ unique Combo :- કેરી 🥭 અને કોથમીર ચટણી નું અને એ પણ ખમણ માં 🤔🤔🤔🤔🤔🤔🤔🙄🤗🤗🤗🤗
અઆ તો રાત ના ડિનર ની તૈયારી છે જમવા ના સમયે વઘારી લઇશ

ટુ લેયર ખમણ વીથ મેંગો ગ્રીન ચટણી (Two Layer Khaman with Mango Green Chutney Recipe In Gujarati)

Karte Hai Ham Pyar.....
MANGO & GREEN CHUTNEY KHAMAN Se....
Hamko Khhana Bar Bar
TWO LAYER KHAMAN reeeee
તો....... ચાલો....... એકદમ unique Combo :- કેરી 🥭 અને કોથમીર ચટણી નું અને એ પણ ખમણ માં 🤔🤔🤔🤔🤔🤔🤔🙄🤗🤗🤗🤗
અઆ તો રાત ના ડિનર ની તૈયારી છે જમવા ના સમયે વઘારી લઇશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧. ૧/૨ કપ ચણા ના લોટ + ૧. ૧/૨ કપ ચણાનો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧/૩ ટી સ્પૂન લીંબુ ના ફુલ + ૧/૩ટી સ્પૂન લીંબુ ના ફુલ
  4. ૨/૩ ટી સ્પૂન ખાંડ + ૩/૪ ટી સ્પૂન ખાંડ
  5. ૩/૪ ટી સ્પૂન તેલ + ૩/૪ ટી સ્પૂન તેલ
  6. ૧/૨ ટી સ્પૂન ખાવા નો સોડા + ૧/૨ ટી સ્પૂન ખાવા નો સોડા
  7. ૧/૨ કપ કેસર કેરી કે હાફુસ કેરી નો પલ્પ (પાણી નાંખ્યા વગર)
  8. ૧/૨ કપ કોથમીર ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ ઢોકળીયા માં પાણી ઉકાળવા મુકો અને બીજી બાજુ ૨ બાઉલ લો.... બંને મા ચણા નો લોટ, મીઠું, લીંબુ ના ફુલ, ખાંડ, તેલ મીક્ષ કરો.... હવે ૧ બાઉલમાં કેરી નો પલ્પ અને થોડું પાણી નાંખી બાસુંદી કરતાં જાડું ખીરું તૈયાર કરો.... બીજા બાઉલ માં એવીજ રીતે ચટણી નાંખી ખીરું તૈયાર કરો

  2. 2

    ઢોકળિયા માં પાણી ઉકળે એટલે ચટણી વાળા બાઉલ માં સોડા અને ૧|૨ ટી સ્પૂન પાણી મીક્ષ કરી નાંખો અને હાથ થી ૧ direction માં હલાવો.... ખીરું એકદમ ફ્લફી અને ફુલી ને ડબલ કરતાં પણ વધુ થશે એને ઝડપથી તેલ ચોપડેલા ઉંચા ડબ્બામાં કાઢી ઢોકળીયા મૂકી ઢોકળિયું ઢાંકી દો....

  3. 3

    હવે કેરી ના પલ્પ વાળા બાઉલ માં ૨ મિનિટ પછી સોડા નાંખી ખીરા ને હલાવી ઢોકળિયું ખોલી હળવે થી ચટણી ઉપર રેડી ઝડપ થી ઢોકળિયું ઢાંકી દો

  4. 4

    ૧૫ મિનિટ પછી ઢોકળિયું ખોલી ને જોઈ લો જો ખમણ સાઇડ છોડતાં હોય તો ૧ સોયો નાંખી ને જોઇ લો.... જો સોયો કોરો જ બહાર નીકળે તો ગેસ બંધ કરી ખમણ ને ૫ મિનિટ ઠરવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes