મગ ખમણ (Mug Khaman Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#ChoosetoCook
#cookpadindia
#cookpadgujarati
હું રસોઈ મા મારી માઁ પર ગઇ છું.... પણ એના જેવા ખમણ હું બનાવી શકતી નહોતી.... અચાનક ૧ દિવસ શેફ રનવીર બ્રારની મગ ખમણ ઢોકળાની રેસીપી મેં બનાવી..... અને સખત ખુશખુશાલ થઈ માઁ ના ઘરે ગઈ... માઁ એ લગભગ ખાવાનુ છોડી દીધુ હતું... મેં ત્યાં જઈ મગ ખમણ બનાવ્યા.... અને માઁ એ માત્ર ૧ ચમચી ખાધા.... એની આંખો મા ૧ ચમક આવી.... એ પછી માઁ એ ૫ મા દિવસે દેહ છોડ્યો.... આજે પણ મગ ખમણ બનાવતા માઁ ની એ આંખોની ચમક દિલ ને બાગ બાગ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ચણાનો લોટ
  2. ૧/૪ કપ દહીં
  3. ૧ ટીસ્પૂનખાંડ
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૪ ટીસ્પૂન હળદર
  6. ૧/૨ ટેબલ સ્પૂન આદુ મરચા
  7. ૧ ટીસ્પૂનતેલ
  8. ૧ ટેબલ સ્પૂનપાણી
  9. ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલમા ચણાનો લોટ ચાળી ને લો... હવે બાકીની બધી સામગ્રી નાખો... હવે એને વીસ્કર ની મદદ થી એકરસ કરો...

  2. 2

    હવે તેમા ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા & સ્હેજ પાણી નાખી સારી રીતે એકતરફી હલાવી ફ્લફી કરો.... તરત જ કાચના ગ્રીસ કરેલા મગમા કાઢી...મગને સ્હેજ થપથપાવી માઇક્રોવેવ મા ૨.૫ મિનિટ મૂકો

  3. 3

    ૧ વઘારિયા મા તેલ ગરમ થયે રાઈ તતડે એટલે હીંગ, લીલા મરચા,લીમડો, તલ,ખાંડ & ૨ ટેબલસ્પૂન પાણી નાખો સારી રીતે ઉકળે એટલે ગેસ બંધ કરો... હવે ઢોકળાને બહાર કાઢી એના ઉપર વઘાર રેડી & પ્રેમથી ગરમાગરમ ખાઈ પાડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (40)

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
@ketki_10 કેતકીબેન વાહ વાહ મસ્ત મસ્ત

Similar Recipes