શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૫ નંગપાકી કેરી
  2. ૧.૫ લીટર દૂધ
  3. ૧ કપમિલ્ક પાઉડર
  4. ૧ કપખાંડ
  5. ૧/૪ ચમચીકેસર
  6. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  7. ૧/૨ કપબદામ- પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરી લઈ તેનો ઉપરનો ભાગ થોડો કાપીને અંદરથી ગોટલો ધીરે ધીરે કાઢી લેવો. ધ્યાન રાખવું કે કેરી બહારથી ફાટી ન જાય નહીંતર તેમાં કુલ્ફી સેટ નહીં થાય હવે ગોટલો નીકાળ્યા પછી થોડીવાર કેરીને ફ્રિઝરમાં રાખી દેવી.

  2. 2

    દૂધ ગરમ કરવા મૂકવું દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ, કેસર, મિલ્ક પાઉડર અને બદામ પિસ્તા ઇલાયચી કતરણ નાખી દૂધને સતત હલાવતા રહી રબડી જેવું ઘટ્ટ થાય ત્યાંસુધી ઊકાળી લેવું.

  3. 3

    હવે ફ્રિઝરમાંથી કેરી ને કાઢી લઈએ પછી ગોટલા કાઢેલી આખી કેરીમાં કુલ્ફી નુ મિશ્રણ ફોટામાં બતાવ્યા મુજબ ભરી દેવું. પછી કુલ્ફી ને સેટ કરવા કેરીને ૧૨ કલાક માટે ફ્રિઝરમા મૂકી દેવી.

  4. 4

    હવે સેટ થઈ ગયા પછી કેરીને ફ્રીઝરમાંથી કાઢી ને ઉપરથી છાલ ઉતારી લઈએ. પછી તેને ગોળ શેપમાં કાપી લો.

  5. 5

    હવે કુલ્ફીને સૂકામેવા, તુલસીના પાન અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes