રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે

રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)

શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. રવા ઇડલી બનાવવા માટે
  2. ૧ કપસોજી
  3. ૧/૨ કપખાટું દહીં
  4. ૧ ટીસ્પૂનમીઠું
  5. ૨ ટીસ્પૂનતેલ
  6. ૧ ટીસ્પૂનરાઈ
  7. ૧ ટીસ્પૂનઅડદની દાળ
  8. ૧/૪ટી કુકીગં. સોડા
  9. સંભાર બનાવવા માટે
  10. ૧ કપતુવેર દાળ
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. ૧ ટીસ્પૂનતેલ
  13. ૨ ટીસ્પૂનજીરુ
  14. ૧/૨ ટીસ્પૂનમેથી
  15. ૧ ટીસ્પૂનકાળાં મરી
  16. ૨ ટીસ્પૂનચણાદાળ
  17. ૧ ટીસ્પૂનઅડદની દાળ
  18. ૭ નંગકાશ્મીરી લાલ મરચા
  19. ૧/૨ કપઆખા ધાણા
  20. ૨ નંગસરગવાની શીંગ
  21. ડુંગળી
  22. ટમેટું
  23. ડાળખી મીઠો લીમડો
  24. ૧/૨ ટીસ્પૂનહિંગ
  25. ૨ ટીસ્પૂનગોળ
  26. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  27. વઘાર માટે
  28. ૨ ટીસ્પૂનતેલ
  29. ૧/૨ ટીસ્પૂનરાઈ
  30. ૧/૨ ટીસ્પૂનજીરુ
  31. ૨ નંગસુકા મરચા
  32. ૧/૨ ટીસ્પૂનઅડદની દાળ
  33. ૧/૨ ટીસ્પૂન મેથી
  34. ૨ નંગલીલાં મરચાં
  35. ૨ ટીસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં રવા ઇડલી બનાવવા માટે રવા ને તેલ ના વઘાર મા રાઈ, મીઠો લીમડો, અડદની દાળ મુકી રવો શેકવો, ઠંડુ પડે એટલે ૧/૪ કપ પાણી, દહીં નાખી ૧૦ મિનિટ સુધી રહેવા દો, પછી ઢોકળીયા માં ઇડલી ના સ્ટેન્ડ તેલ થી ગ્રીસ કરી મુકી દો, ખીરા માં કુકીગં સોડા ઉમેરી ઉપર થી ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ રેડી દો, ખુબ હલાવી ઈડલી બાફવા મૂકો, ૨૦ મિનિટ પછી ઇડલી તૈયાર થઈ જશે

  2. 2

    સંભાર બનાવવા માટે તુવેર દાળ ને પાણી થી ધોઈ ને ૨૦ મિનિટ સુધી પલાળી રાખો પછી કુકરમાં ૩ કપ પાણી ઉમેરીને, ૧ ટીસ્પૂન તેલ ૧/૨ ટીસ્પૂન હળદર ૧/૨ મીઠું નાખીને ૩ વહીસલ મારી લેવી, કુકર ઠંડુ પડે એટલે સરગવાની શીંગ, ટામેટાં, ડુંગળી ના ટુકડા કરી ને નાખી, ગોળ, લીલાં મરચાંઆમચૂર પાઉડર ઉમેરી ઉકળવા દો,

  3. 3

    સંભાર મસાલો બનાવવા માટે આખાં ધાણા, જીરું, ચણા દાળ, સુકા મરચા, મરી, અડદની દાળ, મેથી, મીઠો લીમડો, એક નોનસ્ટિક કડાઈમાં ગુલાબી રંગ નું શેકી લો, ઠંડુ પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો

  4. 4

    તૈયાર થયેલ સંભાર મસાલાને ૨ ટીસ્પૂન જેટલો દાળ માં ઉમેરો, વઘાર માટે તેલ, રાઇ, જીરૂ, અડદની દાળમીઠો લીમડો, સુકા મરચા નાખી ને વઘાર કરો ઉપર થી લીલા ધાણા ભભરાવવા, ગરમ ગરમાગરમ સંભાર, રવા ઈડલી અને કોપરા ની ચટણી સાથે સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes