ભરેલા પરવળ નું શાહી શાક (Bharela Parval Shahi Shak Recipe In Gujarati)

Sonal Modi
Sonal Modi @cook_1974

#EB
#Week 2
Puzzle clue:parval

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે સર્વિગ
  1. 7પરવળ
  2. ચપટી ખાંડ
  3. 1/2ચમચી મીઠું
  4. જરૂર પ્રમાણે પાણી બાફવા માટે
  5. ભરવાનો મસાલો
  6. 50 ગ્રામ પનીર
  7. 50 ગ્રામ માવો
  8. 1 ચમચો દહીંનો મસ્કો
  9. 1 ચમચી કાજુના ટુકડા
  10. 1/2 ચમચી લાલ દરાખ
  11. ૧ નાનો કાંદો ઝીણો સમારેલો
  12. 1/2 ચમચી જીરૂ
  13. 1ચમચી આદુ-લસણની પેસ્ટ
  14. ૨ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  15. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  16. સ્વાદ અનુસાર મીઠું
  17. 1ચમચો કોથમીર ઝીણી સમારેલી
  18. 1 ચમચી + બે ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પરવળ ને બરાબર ધોઈ લો અને સાઈડ ના ભાગ કાપી તેની હળવી છાલ ઉતારી લો. પાણી ઉકાળવા મુકો તેમાં મીઠું અને ચપટી ખાંડ નાખી અને પરવળ બાફવા મૂકો. આઠથી દસ મિનિટ બફાવા દો, પછી ગરમ પાણી માંથી કાઢીને ઠંડા પાણીમાં મૂકો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. હવે તેમાં કાજુના ટુકડા હલકા લાલ રંગના સાંતળો. હવે લાલ દ્રાક્ષ ઉમેરી ફૂલે ત્યાં સુધી સાંતળો. પેન માંથી કાઢીને સાઈડ પર મૂકો. હવે એ જ ઘીમાં જીરુ નો વઘાર કરી કાંદો અને મીઠું ઉમેરી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. હવે લીલા મરચા ઉમેરી એને બે મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે તેમાં છીણેલું પનીર,માવો અને દહીં મસ્કો ઉમેરો અને બરાબર મિક્સ કરો.પછી એમાં ગરમ મસાલો અને મીઠું ઉમેરો બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર તળેલા કાજુ,દરાખ, ઇલાયચી પાઉડર અને કોથમીર ઉમેરો સાઈડ પર મૂકી થંડુ પડવા દો.

  4. 4

    હવે ઠંડા પાણીમાંથી પરવળ નિતારીને વચ્ચે કાપા પાડી એમાં પનીરનો મસાલો ભરી લેવો. પછી પેનમાં 2 ચમચા ઘી ગરમ કરી તેમાં પરવળ ઉમેરી બધી સાઇડથી લાઈટ બ્રાઉન ત્યાં સુધી સેલો ફ્રાઈ કરી લેવા. ગરમાગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modi
Sonal Modi @cook_1974
પર

Similar Recipes