ગુંદા મરચાં નો સંભારો (Gunda Marcha Sambharo Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

ગુંદા મરચાં નો સંભારો (Gunda Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે લોકો માટે
  1. 150 ગ્રામગુંદા
  2. 50 ગ્રામમરચા
  3. 2 મોટી ચમચીતેલ
  4. 2 મોટી ચમચીકાચી કેરીનું છીણ
  5. ૧ ચમચીરાઈ
  6. 1 ચમચીસૂકી મેથી નો ભૂકો
  7. 1 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને સારી રીતે ધોઈને એની અંદરથી ઠળિયા કાઢી લેવા

  2. 2

    પછી મીઠાવાળી આંગળી કરી ગુંદા ની અંદર આંગળી ફેરવવી જેથી તેની બધી જ વિકાસ મીઠા ની અંદર આવી જાય

  3. 3

    હવે પેનમાં તેલ મૂકી તેની અંદર રાઈ અને હિંગ નાખી હળદર નાખી ગુંદા નાખવા પછી તેને મિક્ષ કરવું

  4. 4

    હવે તેની અંદર સમારેલા લીલા મરચાં અને કેરીનું છીણ નાખી મિક્સ કરી તેલમાં જ અંદર જ ધીમા ગેસ ઉપર ગુંદા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરવા

  5. 5

    મીઠું જરૂર જણાય તો જ નાખવું અધકચરા થઈ જાય પછી તેની ઉપર મેથીનો ભૂકો ભભરાવવો

  6. 6

    10 મિનિટમા ગુંદા એકદમ ચડી પણ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes