છુંદો (Chhundo Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

છુંદો (Chhundo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકાચી કેરી (રાજાપુરી)
  2. 1.5 કિલોખાંડ
  3. 1 ટીસ્પૂનહળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ટીસ્પૂનરેશમ પટ્ટો મરચું
  6. 1 ટીસ્પૂનકાશ્મીરી મરચું
  7. 1 ટીસ્પૂનશેકેલું જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીને ધોઈ ને કોરી કરી લો. તેની છાલ કાઢીને ખમણી લો.

  2. 2

    એક વાસણમાં કેરીનું ખમણ લઈ તેમાં હળદર મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. 6-8 કલાક એમજ રહેવા દો.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. તેને 1 દિવસ માટે ઢાંકીને ઘરમાં જ રહેવા દો.

  4. 4

    બીજે દિવસે તપેલામાં જીણું કપડું બાંધી તડકામાં મૂકી દો. સાંજે ઘરમાં લાવી બરાબર હલાવી લો. આ રીતે 5-7 દિવસમાં ખાંડ ની ચાસણી બરાબર થઈ જશે. ખાંડ ની kani ન રહે અને છુંદામાં ચીકાશ આવી જાય એટલે સમજવું k છુંદો તૈયાર થઈ ગયો છે.

  5. 5

    હવે તેમાં તીખાશ માટે રેશમ પટ્ટો અને કલર માટે કાશ્મીરી મરચું નાખવું. શેકેલું જીરુ ખાંડીને નાખવું. બરાબર મિક્સ કરી એક દિવસ તપેલામાં j રાખવું જેથી મસાલો બરાબર ભળી જાય. બીજે દિવસે બરણીમાં ભરી દેવો.

  6. 6

    તો તૈયાર છે છુંદો..... બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes