કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગડુંગળી ઝીણી સમારેલી
  2. 7-8કળી લસણ ઝીણું સમારેલું
  3. 3-4 નંગલીલાં મરચાં ઝીણાં સમારેલાં
  4. 1 કપટામેટા ની પ્યુરી
  5. 1 ટેબલ સ્પૂનકાજુ પાઉડર
  6. 1/2 કપકાજુ
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1/2 ટેબલ સ્પૂનહળદર
  9. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  10. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 ટેબલ સ્પૂનતેલ
  13. 1 ટેબલ સ્પૂનબટર
  14. 1/4 ટીસ્પૂનહિંગ
  15. 1 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાજુ ને તળી લો.

  2. 2

    તેમાં બટર ઉમેરી ગરમ થાય એટલે હિંગ ઉમેરી ડુંગળી અને મરચા ઉમેરો અને 3-4 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી ટામેટા ની કચાસ દૂર થાય ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરીને તળેલા કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી 3-4 મિનિટ સુધી રહેવા દો પછી તેને ફ્રેશ ક્રીમ અને કાજુ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes