આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#EB
#Week4
ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ.

આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

#EB
#Week4
ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
12માસ
  1. 200 ગ્રામમેથીના કુરિયા
  2. 150 ગ્રામકાશ્મીરી લાલ મરચું
  3. 10 ગ્રામરાઈના કુરિયા
  4. 30 ગ્રામહિંગ
  5. 20 ગ્રામઇન્દોરી વલીયારી
  6. 10 ગ્રામકાળા મરી
  7. 5 ગ્રામલવિંગ
  8. 30ગ્રામીણ મીઠું
  9. 1 નંગતજ નો પાઉડર
  10. 1 ચમચીહળદર
  11. 50 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ મીઠાને શેકીને ઠંડું પડવા દો મેથીના કુરિયા ને તડકે મુકી દોકડાઇ મા તેલ ગરમ કરવા મુકો. એક મોટી થાળીમાં બરાબર વચ્ચે તજનો પાઉડર આખા મરી લવિંગ હિંગ વરીયાળીગોળાકારમાં મૂકો ત્યારબાદ રાઈના કુરિયા અને છેલ્લે મેથીના કુરિયા થાળીમાં ગોળાકાર પાથરી દો

  2. 2

    તેલ ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી એક મિનિટ પછી થાળીમાં તા રેડી દો અને ઉપર બીજી થાળી ઢાંકી દો કલાક પછી તેમાં લાલ મરચું. હળદર ઉમેરી હલાવો. ચમચા વડે બધો જ મસાલો ઉપર-નીચે કરો ત્યાર પછી સ્વાદ મુજબ અને પોતાની જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી એને આખી રાત માટેરા ખી દો બીજે દિવસે સવારે તેને ફરીથી હલાવો અને કાચની બરણીમાં ભરી દો બરણીમાં ભરતા પહેલા નીચે ઉભો કરવાનું ભૂલતા નહીં. જરૂરિયાત મુજબનો મસાલો નાની બોટલ માં કાઢી રાખો જેથી મોટી બોટલ માં તેની સુવાસ અને સોડમ જળવાઈ રહે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes