શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 3 નંગડુંગળી
  3. 5 નંગટામેટા
  4. 8-10કાજુ
  5. 3 ચમચીક્રીમ
  6. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીપંજાબી મસાલો
  9. 1/2 ચમચીકિચન કિંગ મસાલો
  10. 1/2 ચમચીહળદર
  11. 2 ચમચીબટર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડૂંગળી સાંતળો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ એડ કરો. સહેજ હળદર અને મીઠું નાખી ને ટામેટા ને સાંતળો.

  2. 2

    હવે થોડું ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં આ ગ્રેવી ને એડ કરી ને તેમાં કાજુ ની પેસ્ટ એડ કરો. હવે બધા મસાલા એડ કરી ને બરાબર સાંતળો.

  4. 4

    હવે પનીર એડ કરો. તળેલા કાજુ પણ એડ કરવા. હવે બરાબર ઉકળે એટલે તેમાં ક્રીમ એડ કરો. તેલ છૂટું પડે પછી છીણેલું પનીર એડ કરો.

  5. 5

    હવે ઉપર થી એક અલગ વઘાર કરવાનો જેથી તેનો ટેસ્ટ અને સ્મેલ સરસ આવે.
    એક વઘારીયા માં બટર લઈ તેમાં કાશ્મીરી લાલ મરચું નાંખી તરત આ વઘાર સબજી માં રેડી દો.

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ શાહી પનીર. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes