પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati

Rinku Patel
Rinku Patel @Rup9145
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. નાન માટે ના ઘટકો
  2. ૧+૧/૨ કપ- ઘઉં નો લોટ
  3. ૧/૨ કપ - મેંદો
  4. દહીં-લોટ બંઘાય એટલુ
  5. મીઠું જરૂર મુજબ
  6. ૧/૪ ટી સ્પૂન-બેકિંગ પાઉડર
  7. ૧/૮ ટી સ્પૂન-બેકિંગ સોડા
  8. ૧ મોટી ચમચી- ખાંડ
  9. ૨ ચમચી- તેલ.
  10. બટર
  11. જીનુ સમારેલું લસણ
  12. લીલા ધાણા
  13. કલોંજી નાન પર લગાવવા માટે
  14. શાક માટે ના ઘટકો
  15. મોટા - ટામેટા
  16. મીડીયમ- કાંદા
  17. ૫૦ ગ્રામ કાજુ,મગજતરી
  18. ૩+૩ ચમચી - તેલ
  19. ઇંચ- આદિ નો ટુકડો
  20. ૬ કળી- લસણ
  21. - લીલા મરચા
  22. કોથમીર ની ડાંડી,એના પાન
  23. વઘાર માટે ખડા મસાલા
  24. હળદર
  25. મીઠું
  26. ધાણાજીરુ
  27. કાશ્મીરી લાલ મરચું
  28. ગરમ મસાલો સવાદઅનુસાર
  29. ૧ નાનુ- કેપ્સિકમ
  30. ૧૦૦ ગ્રામ- પનીર
  31. ૧/૪ કપ ફણસી
  32. ૧ ચમચી બટર
  33. ૧ ચમચી- મલાઈ
  34. ૧/૨ ચમચીકસૂરી મેથી
  35. ૧/૨ ચમચી- મધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘઉં નાલોટ મા મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું નાંખી મીક્ષ કરો.

  2. 2

    વચ્ચે ખાડો કરી ખાંડ,દહીં,તેલ ઉમેરી નરમ લોટ બાંધી લેવો.જરુર પડે દહીં ઉમેરવું,

  3. 3

    બરાબર મસળી ગુલ્લા પાડી,ભીના કપડા થી કવર કરી ૧ ૦ મિનીટ રહેવા દેવું.

  4. 4

    ૧૦ મિનીટ પછી ઓવલ શેપ મા વણી ઉપર ધાણા,લસણ,કલોંજી લગાવી...નાન ની પાછળ ની સાઇડે પાણી લગાવી....ગરમ તવા પર મીડીયમ તાપે ૧/૨ મિનીટ શેકી લેવી.પછી તવા ને ઉઠાવી ઊંધો કરે ગેસ ની ફાસ્ટ ફ્લેમ પર નાન ની ઉપર ની સાઇડ પણ શેકી લેવી.બટર લગાવી ખાવા માટે નાન રેડી.

  5. 5

    શાક માટે....૨ ચમચી તેલ મા ખડા મસાલા નાંખી કાંદા,ટામેટ,આદુ,લસણ,મરચા,ધાણા ની ડાંડી બધુ મોટું સમારી ચડાવી લેવું.કાજુ મગજતરી પણ ઉમેરવી.જરુર પડે થોડું પાણી એડ કરવું.સૂકા મસાલા મીઠું એડ કરવુ.બધુ નરમ પડે એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દેવું.ઠંડુ થયા બાદ મીક્ષી મા પેસ્ટ રેડી કરવી.ગાળી સઇને ગે્વી રડી કરી લેવી.

  6. 6

    કડાઇ મા ૨ ચમચી તેલ એડ કરી કેપ્સિકમ,પનીર,ફણસી ને ૧ મિનીટ માટે તળી લેવા.સાઇડ મા કાઢી લેવા.

  7. 7

    એડ તેલ મા ધાણાજીરૂ,કાશ્મીરી મરચું પાઉડર નો વઘાર કરી ગે્વી ખદખદવા દેવી.....ગરમ પાણી એડ કરી ગે્વીને બરાબર ઉકાળી લેવી...૨ મિનીટ પછી પનીર ને તળેલા શાક ઉમેરવા.

  8. 8

    ૧ મિનીટ પછી કસુરી મેથી,મલાઈ,બટર,મધ ઉમેરી ગેસ બંધ કરી લેવો.લીલા ધાણા થી સજાવી લેવું.ગરમાગરમ નાન સાથે..ટેસટી પંજાબી સબજી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes