રાજમા ચાવલ

Viraj Naik
Viraj Naik @VirajNaik
Amalsad, Navsari

ખુબ જ પ્રખ્યાત ડીશ રાજમા ચાવલ#VirajNaikRecipe | Viraj Naik Recipes

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. 1તજ
  2. 3લવિંગ
  3. 1કાળી ઈલાયચી
  4. 1તમાલપત્ર
  5. 2 ચમચીજીરું
  6. 2 ચમચીબટર
  7. 3 ચમચીઘી
  8. 1સમારેલી ડુંગળી
  9. 1 ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  10. 1 ચમચીધાણા જીરું પાવડર
  11. 1/2 ચમચીમરી પાવડર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીલાલ મરચું પાવડર
  15. 3ટામેટા નો પલ્પ
  16. સ્વાદ પ્રમાણે મીઠું
  17. 1/2લીંબુ નો રસ
  18. રાંધેલા ચાવલ
  19. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    રાજમા બનવા માટે સૌ પ્રથમ રાજમા ને 6-8 કલાક પાણી માં પલાળવા

  2. 2

    ત્યારબાદ રાજમા ને 1 તજ, 3 લવિંગ, 1 કાળી ઈલાયચી, 1 તમાલપત્ર, ઉમેરી પ્રેસર કુક કરી લેવા.

    હવે તેમાંથી ખડા મસાલા કાઢી લેવા

  3. 3

    એક પેન માં 2 ચમચી બટર અને 3 ચમચી ઘી ગરમ કરી તેમાં જીરું તતડાવો,તેમાં સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળો

  4. 4

    ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે એને આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો, બરાબર સાંતળી લો

  5. 5

    હવે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, મરી પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ઉમેરી સાંતળો

  6. 6

    હવે તેમાં ટામેટા નો પલ્પ ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ટમેટો નું મિક્ષર ડ્રાય થાય ત્યાં સુધી સાંતળો,

  7. 7

    હવે તેમાં બાફેલા રાજમા નું પાણી ઉમેરો એન્ડ મિક્સ કરો, બાફેલા રાજમા ઉમેરી પેન ને ઢાંકણ ઢાંકી 5-6 મિનિટ કુક કરી લો, એમાં સમારેલી કોથમીર ઉમેરો ઉપર થોડું બટર ઉમેરો.લાસ્ટ માં થોડો લીંબુ નો રસ ઉમેરી રાંધેલા ચાવલ સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Viraj Naik
Viraj Naik @VirajNaik
પર
Amalsad, Navsari
YouTuber | Artist | Rangoli Artist | Entrepreneur | Cooking Expert at Colors Gujarati Rasoi Show | Food Bloggerhttps://youtu.be/dWF5lcxDbhc
વધુ વાંચો

ટિપ્પણીઓ

Meena Bhatt
Meena Bhatt @cook_18861439
કાલી ઈલાયચી ના બદલે બીજી ઈ લાયચી નખાય

Similar Recipes