મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
શેર કરો

ઘટકો

30 મિનીટ
6 વ્યક્તિ
  1. 1 કિલોરાજાપુરી/તોતાપુરી કેરી
  2. 1 કિલોખાંડ
  3. ટુકડોતજ નો
  4. ૮-૧૦ એલચીનો પાઉડર
  5. ખાંડ ડૂબે તેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરીને ધોઈ તેના નાના ટુકડા કરો. પછી તેને કઢાઈમાં બાફી લો. બફાઈ જાય એટલે ચાળણીમાં નિતારી લો.

  2. 2

    એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી ઉમેરી તેને ઉકળવા દો. પછી તેમાં કેરીના કટકા ઉમેરી હલાવતા રહો. સાથે ચપટીક કેસર નાખો જેથી કલર બહુ સરસ આવે.

  3. 3

    ખાંડની એકતારી ચાસણી બનાવી લો. તેનો કલર બદલાઈ જશે અને ઘટ્ટ થઈ જશે. પછી તેને ઠંડુ કરવા મુકો.

  4. 4

    ઠંડુ પડી જાય એટલે તજનો ટુકડો એને એલચીનો પાઉડર નાખી એક બરણીમાં ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes