ગલકાનું શાક દહીં ની તિખારી (Galka Shak Dahi Tikhari Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#EB ગલકા પચવામાં ખુબજ હલકા... એવી કહેવત છે..દૂધી,તુરીયા, કાકડી ને ગલકા બધા શાક એક જ જ્ઞાતિ ના કહેવાય .પચવામાં હળવા ને ગુણકારી..આજે આવી જ એક વાનગી લઇ ને આવી છું.. ગલકાનુ શાક ની સાથે દહીં તિખારી...

ગલકાનું શાક દહીં ની તિખારી (Galka Shak Dahi Tikhari Recipe In Gujarati)

#EB ગલકા પચવામાં ખુબજ હલકા... એવી કહેવત છે..દૂધી,તુરીયા, કાકડી ને ગલકા બધા શાક એક જ જ્ઞાતિ ના કહેવાય .પચવામાં હળવા ને ગુણકારી..આજે આવી જ એક વાનગી લઇ ને આવી છું.. ગલકાનુ શાક ની સાથે દહીં તિખારી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 500 ગ્રામગલકા
  2. 2 ચમચીતેલ
  3. 3-4કળી લસણ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1 ને 1 1/2 ચમચી મીઠું
  8. 1 ચમચીલીલાં લીમડા ના પાન
  9. 150 ગ્રામમોળું દહીં
  10. 2 નંગલીલાં મરચાં.સમારેલા
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગલકા ની છાલ ઉતારી તેના પ્રમાણસર ટુકડા કરી લો..યાદ રહે ગલકા ને સુધારતી વખતે ચાખવા ખુબજ જરૂરી છે..જો કડવા નીકળે તો તેનો ઉપયોગ કરવો નહિ..અહી 3 લોકો માટે પણ 500 ગ્રામ ગલકા એટલે લીધા છે કેમકે ગલકા ઓસમાઈ જાય.

  2. 2

    એક કડાઈ માં એક ચમચી તેલ મૂકી રાઈ ઉમેરો..રાઈ ફૂટી જાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ ખલ માં કચરેલુ લસણ ઉમેરી બરોબર સાંતળી લો.ત્યારબાદ સમારેલા ગલકા ઉમેરી તમામ મસાલો કરી દો..

  4. 4

    ગેસ ને મધ્યમ રાખી શાક પર છીબુ ઢાંકી શાક ચડવા દો..

  5. 5

    બીજી બાજુ એક કટોરી માં 150 ગ્રામ જેટલું દહીં લો..જો દહીં માં ગઠ્ઠા હોય તો રવૈયા થી ભાંગી નાખો.તમામ મસાલા તૈયાર કરો

  6. 6

    હવે વઘાર ના પાત્ર માં 1 ચમચી તેલ મૂકી તેમાં જીરું ઉમેરો.જીરૂ લાલ થાય એટલે તુરંતજ મીઠાં લીમડા ના પાન સતળી લો..અને ઠારબાડ તેમાં લીલાં મરચાં સાતળવા ઉમેરો

  7. 7

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો ને ગેસ બંધ કરી દો..અને ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર ઉમેરો

  8. 8

    બનેલી તિખારી ને દહીં ઉપર રેડી દો...

  9. 9

    ગલકા ના શાક પર દહીં ની તિખારી મૂકી તેને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes