દહીં તિખારી(dahi tikhari recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CB5
ઘર માં શાક ન હોય ત્યારે ફટાફટ બની જાય છે.કાઠિયાવાડ માં લોકો દહીં તિખારી રોટલી, રોટલા અને ભાખરી સાથે બનાવી ઉપયોગ કરતાં હોય છે.તે શાક ની ગરજ સારે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમોળું દહીં (ઘટ્ટ)
  2. 6-8કોઈ લસણ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  7. સિંધાલૂણ પ્રમાણસર
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણ ને ખાયણી માં લઈ ખાંડી લેવું. તેમાં લાલ મરચું ઉમેરી ચટણી તૈયાર કરવી.પેન માં તેલ ગરમ થાય તેમાં લસણ ની ચટણી મિક્સ કરી સારી રીતે સોતળો. તેમાં હળદર,ધાણાજીરું પાઉડર અને સિંધાલૂણ ઉમેરી મિક્સ કરો.દહીં ઉમેરો.દહીં માં પાણી ન હોવું જોઈએ.

  2. 2

    ધીમાં ગેસ પર ફટાફટ હલાવવું...કોથમીર થી ગાર્નિશ કરી રોટલા અથવા ભાખરી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes