વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 1 ચમચીકોર્ન ફ્લોર
  3. 10 ચમચીદળેલી ખાંડ
  4. 1 tbspજીએમસી પાઉડર
  5. 1 tspસીએમસી પાઉડર
  6. 4પાંચ ટીપા વેનિલા એસેન્સ
  7. 1 ચમચીમિલ્ક પાઉડર
  8. 1 વાડકીક્રીમ અથવા ઘરની મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધમાં બધી જ સામગ્રી ભેગી કરી દો, વેનીલા એસેસનસ અને મલાઈ સિવાય.

  2. 2

    પછી એક જાડા તળિયાના વાસણમાં આ મિક્સ દૂધને ત્રણ-ચાર ઊભરા આવે ત્યાં સુધી અથવા ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    પછી ગેસ બંધ કરી થોડી વારે હલાવતા રહો અને ઠંડુ થઈ જાય પછી એક પ્લાસ્ટિકના એરટાઇટ ડબ્બામાં મૂકી ઉપર પ્લાસ્ટિકની ક્લિયર બેગ અથવા ફોઈલપેપર મૂકી બંધ કરી પાંચ - છ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.

  4. 4

    છ કલાક પછી સેટ થઈ જાય તેને જયુસર કપમાં કાઢી તેમાં મલાઈ અને વેનીલા એસેન્સ નાખી પાંચ મિનિટ માટે ફેરવી લો અંદર સરસ બબલ આવી જશે પછી પાછું છ-સાત કલાક માટે સેટ થવા મૂકી દો અને પ્લાસ્ટિક રેપ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે સરસ વેનીલા આઈસ્ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes