તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#Fam
#week6
ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 750 ગ્રામતુરીયા
  2. 200 ગ્રામલીલા વટાણા
  3. 4 Tbspતેલ
  4. 1 Tspજીરુ
  5. 1-2 નંગલાલ સુકા મરચા
  6. 1/2 Tspહીંગ
  7. 5-6લીમડાના પાન
  8. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. 1 Tbspલાલ મરચું પાવડર
  11. 2 Tbspધાણાજીરૂ
  12. 1/2 Tspહળદર
  13. 1 Tspગરમ મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    તુરીયાને ચોખ્ખા પાણી થી ધોઈ તેની પાતળી છાલ ઉતારી તેના મોટા ટુકડા કરી લેવાના છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, સૂકું લાલ મરચું અને હીંગ ઉમેરી તેનો વઘાર કરવાનો છે.

  3. 3

    હવે તેમાં લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી સાતળી લેવાનું છે.

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા તુરીયા ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.

  5. 5

    હવે તેમાં લીલા વટાણા અને શાક ચડે તેટલું પાણી ઉમેરી તેને ત્રણથી ચાર મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  6. 6

    શાક અધકચરુ ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ફરી ૧ મિનીટ માટે કુક થવા દેવાનું છે.

  7. 7

    તો અહીંયા આપણુ સ્વાદિષ્ટ તુરીયા વટાણાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes