ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
ગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati)
સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપચણાનો લોટ
  2. 1 Tspલાલ મરચું પાઉડર
  3. 1/2 Tspધાણાજીરૂ
  4. 1/4 Tspહળદર
  5. 1/2 Tspઅજમો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 Tbspસમારેલી કોથમીર
  8. 1 Tspતેલ
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. 500 ગ્રામગુવાર
  11. 3 Tbspતેલ
  12. 1 Tspજીરું
  13. લીમડો
  14. 2 નંગલીલા મરચા
  15. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  16. 1 Tbspલાલ મરચું પાઉડર
  17. 1 Tbspધાણાજીરૂ
  18. 1/2 Tspહળદર
  19. 1 Tspગરમ મસાલો w

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, હળદર, અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, તેલ અને થોડું પાણી ઉમેરી લોટમાં બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    આ લોટને મીડીયમ નરમ બાંધવાનો છે. અને હાથથી તેના લુઆ બનાવી હથેળીમાં દબાવી ઢોકળી તૈયાર કરી લેવાની છે.

  4. 4

    ગુવારને ચોખ્ખા પાણીથી ધોઈ, કોરો કરી સમારી લેવાનો છે.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, લીમડો અને સમારેલા લીલા મરચા ઉમેરવાના છે.

  6. 6

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બધું બરાબર રીતે સાતળી લેવાનું છે.

  7. 7

    હવે તેના સમારીને તૈયાર કરેલો ગુવાર અને એક કપ પાણી ઉમેરી ઢાકીને ત્રણેક મિનિટ માટે ફૂક થવા દેવાનું છે.

  8. 8

    તૈયાર કરેલી ઢોકળી તેમાં ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ફરી ઢાકી ને ત્રણેક મિનિટ માટે ફૂક થવા દેવાનું છે.

  9. 9

    ગુવાર અને ઢોકળી બરાબર રીતે ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  10. 10

    તો અહીંયા આપણું ગુવાર ઢોકળીનું શાક સર્વ કરવા માટે તૈયાર છે

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes