સરગવાની સબ્જી (Saragva Sabji Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

સરગવાની સબ્જી (Saragva Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગસરગવાની શીંગ
  2. 1ટમેટું
  3. 1મરચું
  4. 1આદુ સમારેલું
  5. 2 ચમચીતેલ
  6. લીમડો
  7. 1/4 ચમચીરાઈ
  8. 1/4 ચમચીજીરું
  9. હિંગ જરૂર મુજબ
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીધાણાજીરું
  12. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  13. મીઠું જરુર મુજબ
  14. 1 વાટકો ચણા નો લોટ
  15. જોઈએ તેટલું પાણી
  16. 1 વાટકો છાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવથી પહેલા એક કૂકર માં સરગવાની શીંગ બાફી લો. હવે ટમેટું મરચું આદુ એ સમારી લો ત્યાર બાદ હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  2. 2

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ,લીમડો મૂકી તેમાં ટમેટું, મરચું, આદુ સમારેલું છે એ બધું નાખી દો.

  3. 3

    હવે એક વાસણ મા છાસ અને ચણાનો લોટ ઉમેરી વલોણા વડે વલોવી બધું સારી રીતે મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં બનાવેલ છાશનું બેટર ઉમેરી તેને ઉકળવા દો. થોડીવાર ઉકાળે એટલે તેમાં બાફેલો સરગવો (પાણી સાથે) ઉમેરી બધું બરાબર મિક્સ કરી થોડીવાર ઉકળવા દો.

  5. 5

    તો તૈયાર છે સરગવા નું લોટ વાળું ગુજરાતી શાક...તેને સર્વિંગ બાઉલ માં લઈ ગરમાગરમ સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes