કાળા ચણા ના ફલાફલ (BlackChana Falafal Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#AsahiKaseiIndia
નો oil recipe
તમે કબૂલી ચણા માં થી બનાવેલા ફલાફલ તો ખાધા હશે પણ કદી કાળા ચણા ના ફલાફલ ખાધા છે? એ પણ એટલાં જ સ્વાદિષ્ટ લાગે છે. અને જો એમાં પણ તેલ નો ઉપયોગ બિલકુલ કર્યા વગર બનાવ્યા હોય તો પછી તો ઓને પે સુહાગા.😀. કાળા ચણા માં પ્રમાણ માં ફાયબર વધુ હોય છે અને એ પ્રોટીનથી ભરપૂર છે તો આ રેસિપી જરૂર ટ્રાય કરી જો જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકો કાળા ચણા
  2. 2 નંગડુંગળી
  3. 2 ચમચીતલ
  4. 7-8કળી લસણ
  5. 2 મોટા ચમચાબ્રેડ ક્રંબસ
  6. 6-7 મરી
  7. 2લીલા મરચા
  8. 1 ચમચીજીરૂ પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 નાની વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તલ, લસણ, ચપટી મીઠું અને થોડું પાણી ઉમેરી મિક્સર માં પીસી પેસ્ટ બનાવી લો. આ રીતે આપને વગર તેલ નો ઉપયોગ કરી તહિની પેસ્ટ બનાવી છે.

  2. 2

    ચણા ને 8 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પાણી બદલી લઈ સાફ કરી બધું પાણી નીતરી જવા દઇ કોરા કરી લો.

  3. 3

    મિક્સર જારમાં ચણા, મરી, લીલા મરચા, બ્રેડ ક્રંબ, મીઠું, કોથમીર, તાહીની (તલ ની પેસ્ટ બનાવી છે તે), અને સમારેલી ડુંગળી ઉમેરી ક્રશ કરી લો.

  4. 4

    આ મિશ્રણ ને પ્લેટ માં કાઢી લઈ તેના નાના ગોળા વાળી લો. તમે તેને ટીક્કી કે રોલ નો આકાર પણ આપી શકો છો.

  5. 5

    તેને એર ફ્રાયર માં 180 ડિગ્રી માટે 15 મિનિટ અને પછી 160 ડિગ્રી પર 4 મિનિટ માટે રાખી લો

  6. 6

    તૈયાર છે કાળા ચણા ના ફલાફલ. મે તેને સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes