દાળ વડા (Daal Vada Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#Palak
આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે

દાળ વડા (Daal Vada Recipe In Gujarati)

#Palak
આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 - 5 વ્યક્તિ
  1. 2 કપમગની દાળ(ગ્રીન)
  2. 1 કપચણા ની દાળ
  3. 1/2 કપઅડદ ની દાળ
  4. 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીહીંગ
  7. મીઠું જરૂર મુજબ
  8. તળવા માટે તેલ
  9. સર્વ કરવા:-
  10. ડુંગળીની સ્લાઈસ
  11. તળેલા મરચાં
  12. લીંબુ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળને અલગ અલગ વાસણમાં લઈને બે - ત્રણ પાણી વડે બરાબર ધોઈને ડૂબે તેટલા પાણી માં 5 થી 6 કલાક માટે પલાળી દો...

  2. 2

    દાળ પલળી જાય એટલે મિક્સર જારમાં અધકચરી વાટી લો...પાણી ઉમેરવાનું નથી...મીઠું અને આદુ મરચા ઉમેરી દો...તીખાશ પ્રમાણે મરચા લઈ શકો છો.

  3. 3

    દાળ પીસીને હિંગ ઉમેરી હાથ વડે બરાબર ફીણી લો..એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી ફીણવાનું છે...ત્યાં સુધી ગેસ પર એક કડાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરવા મુકો..1 ચમચી જેટલું ગરમ તેલ ખીરામાં ઉમેરો.

  4. 4

    હવે તળતી વખતે ખીરું ઢીલું લાગે તો 3-4 ચમચી ચોખા નો લોટ ઉમેરી દો....જેનાથી વડા અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે.હવે મધ્યમ તાપે વડા તળી લો...પહેલા બધા વડા એક વાર ના કાચા પાકા તળો.. પછી સર્વ કરતી વખતે એ જ તેલમાં બીજી વાર તળી લો એટલે બહારથી કડક રહેશે....દાળ વડા તૈયાર છે ડુંગળી, તળેલા મરચા અને લીંબુ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes