દાળ ના વડા(Dal vada recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#trend
#Week1

હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે.

આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે

આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે.

દાળ ના વડા(Dal vada recipe in Gujarati)

#trend
#Week1

હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે.

આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે

આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપચણાની દાળ
  2. ૧ કપઅડદની દાળ
  3. ૧ કપમગની દાળ
  4. ૧ કપતુવેરની દાળ
  5. ૧ ચમચીઆખું જીરું
  6. ચપટીહિંગ
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. સ્વાદ મુજબ મીઠું
  9. તળવા માટે તેલ
  10. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચારે દાળ ને મિક્સ કરી સરખી રીતે ધોઈ લેવી અને ૪ થી ૫ કલાક માટે પલાળવા માટે મૂકી દેવી

  2. 2

    દાળ પલ્લી જાય એટલે તેમાંથી વધારાનું પાણી કાઢી એક મિક્સર જારમાં લઈ અધકચરી પીસી લેવી

  3. 3

    તૈયાર કરેલા મિશ્રણ માં મીઠું,બેકિંગ સોડા, હિંગ,જીરુ અને મરચાની પેસ્ટ નાંખી સરખી રીતે આ બધું મિક્ષ કરી લેવું

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયાની જેમ નાના નાના દાળવડા પાડવા

  5. 5

    દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવા

  6. 6

    દાળવડા ને આમલીની ચટણી કે મરચા સાથે ગરમાગરમ પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

Similar Recipes