આલુ પૂરી ડ્રાય (Aloo Poori Dry Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

આલુ પૂરી ડ્રાય (Aloo Poori Dry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ(મેંદો પણ લઇ શકાય)
  2. 2 નંગબાફેલું બટાકું
  3. 2 ટેબલ સ્પૂનરવો
  4. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલુ
  5. 1 ટેબલ સ્પૂનકોથમીર સમારેલી
  6. 1 ટી સ્પૂનજીરુ
  7. 1 ટી સ્પૂનતલ
  8. 1/2 ટી સ્પૂનઅજમો
  9. 1/2 ટી સ્પૂનમરી અધકચરા વાટેલા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, અજમો, તલ,જીરુ, મરી અને મીઠું ઉમેરી મિક્સ કરો. પછી તેમાં લીલા મરચા અને
    કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં એક બાફેલું બટાકું ખમણી ને નાખવું. લોટ ની અંદર બાફેલા બટેટાનો ખમણ બરોબર મિક્સ કરી મસળીને
    પૂરીનો લોટ બાંધી લેવો ૧ ટી.સ્પૂન તેલ લોટને કેળવી લેવો. પાણી જરા પણ નાખવું નહીં,બટેટામાં સમય તે રીતે જ લોટ ઉમેરતા જવો, દસ મિનિટ તેને ઢાંકી ને સાઈડ પર રાખો ને પછી તેના લુઆ કરી લેવા.

  3. 3

    લુઆમાંથી પૂરી વણી ગરમ તેલમાં તળી લેવી. પુરીમાં નાના કાપા પડી લેવા જેથી ફૂલે નહીં અને કડકડી થશે, ફૂલશે તો પોચી જ રહેશે

  4. 4

    આલુપુરી ને ચટણી કે સોસ સાથે સર્વ કરો, તેના પર જુદાજુદા સ્ટફિંગ,ચટણીઓ,મસાલા વિગેરે નાખીને પણ પીરસી શકાય છે,પણ મેં આ કોરી સૂકી બનાવવાની કોશિશ કરી છે,અને ખુબ જ સરસ સ્વાદિષ્ટ બની છે,,તમે પણ ચોક્કસ ટ્રાય કરજો,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes