મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)

મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો, ઘઉંનો લોટ અને રવો લેવો. હવે તેમાં ઘી, હિંગ, બેકિંગ પાઉડર, મીઠું, અજમો, મરી અને કસુરી મેથી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. જરૂરિયાત પ્રમાણે ૧ કે ૨ ટેબલસ્પૂન પાણી વધારે કે ઓછું કરી શકાય પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ એકદમ કઠણ બાંધવો. હવે લોટ ને બે મિનિટ મસળી ને ૩૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવો.
- 2
લોટ ને ફરી બે થી ત્રણ મિનિટ માટે મસળી લઈને 30 એક સરખા ભાગમાં વહેંચી લેવો. હવે એક ભાગ લઈને તેમાંથી જાડી પૂરી વણી લેવી. ચપ્પુની મદદથી એના પર કાપા કરવા અથવા કાંટાની મદદથી પણ કાણા કરી શકાય. આ રીતે પાંચ છ મઠરી તૈયાર કરી લેવી.
- 3
એક કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવું. હવે તેમાં વણેલી મઠરી ઉમેરીને તેને ધીમા થી મીડીયમ તાપ પર તળી લેવી. મઠરી નો એક બૅચ તળાતા લગભગ બાર થી પંદર મિનિટ લાગે છે. ખૂબ જ ધીરજ થી બધી મઠરી તળવી. ધીરા તાપે તળવાથી મઠરી ક્રિસ્પી અને ફરસી બને છે. મઠરી તળાતી હોય ત્યારે બીજી પાંચ છ મઠરી વણી ને તૈયાર કરી લેવી.
- 4
આ રીતે બધી મઠરી તળી લેવી. એકદમ ઠંડી થઈ જાય ત્યારે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવી. મઠરી લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારી રહે છે.
- 5
મઠરી ને ચા કે કોફી સાથે નાસ્તામાં પીરસવી. પંજાબી ખાટાં અથાણા સાથે પણ મઠરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar -
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
દહીંથરા (Dahithara recipe in Gujarati)
દહીંથરા એ વિસરાતી જતી વાનગી નો પ્રકાર છે જે દિવાળી દરમિયાન અથવા તો કોઈ તહેવારો દરમિયાન બનાવવામાં આવતા અને જે ખાસ કરીને શ્રીખંડ સાથે પૂરી ની જગ્યાએ પીરસવામાં આવતા. આ વખતે મેં દિવાળીમાં ફરસી પૂરી કે મઠરીના બદલે દહીંથરા બનાવી જોયા અને ખુબ જ સરસ બન્યા. આ રેસિપી ફોલો કરીને તમે એકદમ મોઢામાં ઓગળી જાય એવા સરસ ફરસા દહીંથરા બનાવી શકો છો.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
બેકડ મઠરી (Backed Mathri Recipe In Gujarati)
#AsahikaseiIndiaબેકડ મઠરી સ્વાદિષ્ટ તો છેજ સાથે તેલ વિના બનેલ છે ચા સાથે સ્નેક તરીકે કે પાપડી ચાટ માં કે કોઈ ડિપ સાથે સર્વ કરશો તો ખૂબ સરસ લાગશે Dipal Parmar -
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda -
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મઠરી સ્ટીક
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌. Krishna Mankad -
-
More Recipes
ટિપ્પણીઓ (4)