શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીબેકિંગ પાઉડર
  3. 1 ચમચીખાંડ
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 2 ચમચીઓઇલ
  6. 1/2 કપદહીં
  7. 2 ચમચીકાળા તલ
  8. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલ માં ઘઉં નો લોટ લો. તેમાં બેકિંગ પાઉડર, મીઠું, ખાંડ અને બેકિંગ સોડા ઉમેરો. સરખું મિક્સ કરો અને પછી દહીં ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધો.

  2. 2

    પછી ઉપર 2 ચમચી તેલ ઉમેરી લોટ ને કસણી લો. અને પછી થોડું તેલ ઉપર ગ્રીસ કરીને ઢાંકી દો. અને 2 કલાક માટે છોડી દો.

  3. 3

    2 કલાક પછી લોટ ને જરાક કસણી નાનો લુવો લો. અને તેની રોટલી વણી લો. બહુ પાતળી ના વણવી. થોડી જાડી રાખવી.

  4. 4

    પછી તેના ઉપર થોડા કાળા તલ અને કોથમીર પાથરો અને હલકા હાથે વણો જેથી તલ અને કોથમીર ચોંટી જાય સરખા.

  5. 5

    ત્યારબાદ રોટલી ને ફ્લિપ કરો અને નીચેની બાજુ પર પાણી લગાવો.

  6. 6

    હવે નોર્મલ તવા ઉપર આ રોટલી ને લગાવી દો. પાણી લગાવેલો ભાગ નીચેની બાજુ રાખવો. હલકા હાથે પ્રેસ કરીને ચિપકાવી દો રોટલી ને સરખું

  7. 7

    15-20 સેકન્ડ સેકયા બાદ ઉપર ની બાજુ થોડી ફુલતી નજર આવશે પછી તવા ને ઊંધો કરોને સેકી લો રોટલી ને.

  8. 8

    આ રિતે બધી બાજુ સેકયા બાદ કાઢી લો. અને પછી તેના ઉપર બટર અથવા ઘી લગાવો. અમે કોઈ પણ સબ્જી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

Similar Recipes