મકાઈ વડા (Corn vada recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. અમેરિકન મકાઈ
  2. બાફેલા બટાકા
  3. ૧ મોટી ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ચમચીઆમચૂર પાઉડર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. ૪ ચમચીકોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ
  8. ૧/૪ કપરવો
  9. ૧/૨ ચમચીકસુરી મેથી
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ના દાણા કાઢી તેમાં થી ૩ થી ૪ ચમચી દાણા જુદા કાઢી લ્યો. બાકી ના દાણા ને મિક્સર માં અધકચરા વાટી લ્યો. સાવ ફાઈન પેસ્ટ ના કરવી બાકી વડા વળશે નહી.

  2. 2

    હવે વાટેલા મકાઈ માં બાકી રાખેલા મકાઈ ના દાણા બાફેલા મેષ કરેલા બે બટાકા અને ૪ ચમચી કોર્ન ફ્લોર ઉમેરો.

  3. 3

    સાથે ઉપર પ્રમાણે ના બધા જ મસાલા મિક્ષ કરો અને જરૂર પડે તો થોડો વધારે કોર્ન ફ્લોર ઉમેરો અને એક સરખા બોલ બનાવી લ્યો.

  4. 4

    હવે આ બધા બોલને કોરા રવા માં રગદોળી લ્યો અને બોલ ને ૧૫ મિનિટ માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકો.

  5. 5

    ગરમ તેલ માં ગોલ્ડ કલર ના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes