મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.
#EB

મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
30-35 નંગ વડા
  1. 400 ગ્રામપીળી મકાઈનો કકરો લોટ
  2. સ્વાદમુજબ મીઠું
  3. 1/2 ચમચી હળદર
  4. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું
  6. 2 ચમચીમેથીનો મસાલો
  7. 3 ચમચીવાટેલા લીલાં આદું-મરચાં
  8. 2 ચમચીગળ્યા અથાણાંનો રસો
  9. 1/2 ચમચી હીંગ
  10. 4-5 ચમચીજેટલા તલ (1 ચમચી લોટમાં નાંખવા)
  11. 2 ચમચીમોણ માટે તેલ
  12. 1 વાટકી ખાટું દહીં
  13. 1/4 વાટકી જેટલો સમારેલો ગોળ
  14. જરૂરિયાત મુજબ પાણી
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    મકાઈના લોટમાં ઉપર જણાવેલા તમામ મસાલા ઉમેરી થોડો કઠણ લોટ બાંધો.હવે એને ઢાંકીને લગભગ 4-5 કલાક પલાળી રાખો.

  2. 2

    4-5 કલાક પછી બરાબર મિક્ષ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.હવે એક હાથની આંગળીઓની મદદથી વડાનો ગોળ આકાર આપી ઉપર થોડા તલ ભભરાવી કઢાઈમાં ધીમા થી મધ્યમ તાપે તળો.

  3. 3

    બંને બાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો.બધા બરાબર તળાઈ એટલે થોડીવાર ઠંડા પડવા દો. પછી એને ડબ્બામાં ભરી દો.આ વડાને ચ્હા સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (8)

Similar Recipes