દૂધી મગ દાળ ના ઢોકળાં (Dudhi Moong Dal Dhokla Recipe In Gujarati)

દૂધી મગ દાળ ના ઢોકળાં (Dudhi Moong Dal Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી દો.ત્યાર બાદ તેને એક મિક્સર જાર મા લઈ લો.હવે તેમાં લીલા મરચાં અને આદુ નાખો.જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી અને ખીરું તૈયાર કરી લો.હવે તેને એક બાઉલ મા કાઢી લો.
- 2
ત્યાર બાદ તેમાં હિંગ,મીઠું અને હળદર ઉમેરો.ત્યાર બાદ તેમાં છીણેલી દૂધી ઉમેરી લો અને બધું બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેમાં ઈનો અને થોડું પાણી ઉમેરી ને ફરીથી બરાબર હલાવી લો.
- 3
હવે એક કડાઈમાં પાણી ગરમ કરો અને તેના ઉપર એક થાળી ને તેલ લગાવી ને ગરમ કરો.ત્યાર બાદ બનાવેલું ખીરું તેમાં નાખી દો.ઉપર થી થોડું લાલ મરચું છાંટી લો.હવે તેને ઢાંકી ને ૧૦ મિનિટ માટે ચડવા દો.
- 4
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને લીમડો નાખો અને આ વઘાર બનાવેલા ઢોકળા ઉપર રેડી દો.હવે તેના કાપા પડી દો.ઉપર થી થોડી સમારેલી કોથમીર છાંટી લો.મે અહી નથી છાંટી.
- 5
હવે તેને આંબલી ની ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે દૂધી મગ દાળ ના ઢોકળાં.
- 6
નોંધ: વઘાર મા સફેદ તલ પણ લઈ શકાય.
Similar Recipes
-
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
-
-
-
-
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ