ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#RC2

ગુજરાતી ઘરમાં એક દિવસ પણ ભાત રંધાયા વિનાનો ના જાય ,સવારે ના બન્યા હોય તો સાંજે અને ભાત નહીં તો ખીચડી પણ ભાત ની વાનગી તો બને બને અને બને જ ,,ભાત વિના તો પ્રભુને ધરાવેલ છપ્પનભોગ પણ અધૂરા લાગે ,
ભાત ખાવાના શોખીનોની સૌથી મોટી સમસ્યા એ જ છે કે તેમને સતત વજન વધવાનો ડર લાગ્યા કરે છે. બીજી બાજુ ભાત જોઈને તે કંટ્રોલ પણ નથી રાખી શકતા.લોકોમાં હવે પોતાની હેલ્થ માટે સજાગતા ખૂબ જ વધી ગઈ છે. હેલ્થ અને ફિટનેસ માટે જાગૃત લોકો ભાત ખાવાથી દૂર જ રહે છે. એવી માન્યતા છે કે ભાત ખાવાથી વજન અને બ્લડ શુગર વધે છે પરંતુ આ વાત ખોટી છે. ઓસાવેલા ભાત પચવામાં હલકા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઘણા સારા છે .
આ એક એવી રીત છે કે જેનાથી ભાત ખાધા પછી પણ તમારુ વજન નહિં વધે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ભાત બનાવતી વખતે તમે તેમાં થોડા ટીપા નારિયેળ તેલ નાંખી દો તો આવા ભાત ખાવાથી તમારુ વજન નહિં વધે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહેશે.ચોખાને ઉકાળતી વખતે તેમાં કોકોનટ ઓઈલના ટીપા નાંખો તો આપણા શરીરમાં ઉપસ્થિત એન્ઝાઈમ્સ (જે પાચન માટે જવાબદાર હોય છે) તે શુગરને તોડી શકતા નથી. આ કારણે આપણા શરીરમાં શુગર નથી પહોંચી શકતી અને શરીરને ભાતમાંથી જે કેલેરી મળવી જોઈએ તે પણ નથી મળતી.
ભાતને ઉકાળ્યા પછી 12 કલાક માટે રાખી મૂકવામાં આવે તો તે વધુ ફાયદો કરે છે. ત્યાં સુધી ચોખામાં રહેલા સ્ટાર્ચ મોલેક્યુલ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા હોય છે જેને કારણે આવા ભાત ખાવાથી વજન નથી વધતુ.

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબાસમતી ચોખા
  2. ચપટીમીઠું
  3. ૧ નાની ચમચીનારિયેળનું તેલ
  4. ૩-૪લવિંગ
  5. ૨ નંગઈલાયચી
  6. ૧ ટુકડોતજ નો
  7. તમાલપત્ર
  8. પાણી જરુરમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાને હળવે હાથે બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લ્યો. પાણી નું પ્રમાણ વધારે રાખવું જેથી ચોખા સરખા સાફ થઇ જાય અને તૂટે પણ નહીં. ધોયેલા ચોખાને વીસથી ત્રીસ મિનિટ માટે ઢાંકી ને રાખી દ્યો.

  2. 2

    ગેસ પર એક પહોળા વાસણમાં પાણી ઉકળવા મુકો.ચોખા હોય તેના થી પાંચ ગણું પાણી લેવું જેથી ભાત એકદમ છુટ્ટો થશે
    પાણી ઉકલે એટલે ભાત ઓરી દ્યો,સાથે ચપટી મીઠું અને નારિયેળનું તેલ ઉમેરી દેવું, અધખુલ્લું છીબું ઢાંકી દ્યો,
    ભાત ઓરીને એક જ વખત હલાવવા,

  3. 3

    માધ્યમ તાપે પાંચ થી સાત મિનિટ ચડવા દ્યો, વચ્ચે દાણો ચેક કરતા રહેવું, ભાત ચડવાને થોડી વાર હોય ત્યારે જ ઉપર જણાવેલ ખડા મસાલા ઉમેરો. પહેલા ઉમેરી દેવા થી ભાત નો કલર બદલાઈ જાય છે. સાતેક મિનિટ પછી દાણો ચડી જાય એટલે ગેસ બન્દ કરી દ્યો, ભાતમાં એક ગ્લાસ ઠન્ડુ પાણી રેડી દ્યો જેથી ભાત રંધાવાની જે પ્રોસેસ ચાલુ હોય તે બન્દ થઇ જાય અને દાણો ગળી ના જાય.

  4. 4

    એક કાણાંવાળી ચારણી કે બાઉલ (ભાતીયું) તેમાં ભાત ઓસાવી લ્યો. ખડા મસાલા ના ભાવતા હોય તો સાદા ભાત બનાવવા અથવા ઓસાવીને કાઢી લેવા.

  5. 5

    તો તૈયાર છે ઓસાવેલા ભાત,,જેને ગરમાગરમ દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes