તુવેર દાણાવાળો ભાત

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.
#AM2

તુવેર દાણાવાળો ભાત

શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.
#AM2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1/2વાટકી લીલી તુવેરના દાણા
  2. 1 વાડકીબાસમતી ચોખા
  3. 2-3 ચમચીઘી વઘાર માટે
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરું
  6. 3/4લવિંગ
  7. 2-3 ટુકડાતજ
  8. 3-4કાળા મરી
  9. 1તમાલપત્ર
  10. 6-7કાજુના ટુકડા
  11. 10-15સૂકી દ્રાક્ષ
  12. 2 નંગલીલાં મરચાં
  13. થોડો મીઠો લીમડો
  14. થોડી કોથમીર
  15. સ્વાદમુજબ મીઠું
  16. 1/4 ચમચી હળદર
  17. 1 ચમચીલાલ મરચું પાઉડર
  18. ચપટીહીંગ
  19. 2 વાડકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા લઈ એને ધોઈ લો. પછી તુવેરના દાણાને પણ સાફ કરીને ધોઈ લો.

  2. 2

    હવે કૂકરમાં ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ તથા જીરું ઉમેરો. એ તતડે એટલે એમાં હીંગ નાંખો.પછી એમાં લીલાં મરચાંના કટકા તથા મીઠો લીમડો તેમજ તજ,લવિંગ તથા મરી ઉમેરો.

  3. 3

    હવે એમાં તુવેર દાણા ઉમેરી દો. હવે એને 2-3મિનિટ સુધી સાંતળી લો.પછી એમાં મીઠું, હળદર તથા લાલ મરચું પાઉડર ઉમેરો. પછી એમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરો.

  4. 4

    હવે 2 વાટકી પાણી ઉમેરીને બરાબર બરાબર મિક્ષ કરી લો.પછી એમાં કાજુ - દ્રાક્ષ ઉમેરો.

  5. 5

    કાજુ -દ્રાક્ષ ઉમેરી એને હલાવી કૂકરનુંઢાંકણ ઢાંકી 3 સીટી વગાડી દો.કૂકર ઠંડું પડે એટલે ખોલીને એને ગરમાગરમ કઢી સાથે પીરસો. અથવા એમ જ ખાવાથી પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes