દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#વિકમીલ૧
#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે.

દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)

#વિકમીલ૧
#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક 25 મિનિટ
4 વ્યક્તિ
  1. વડા માટે-
  2. 1 કપઅડદની દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ટેબલસ્પૂનઆદુ -લીલા મરચાંની પેસ્ટ
  5. ચપટીહીંગ
  6. અન્ય સામગ્રી -
  7. તેલ તળવા માટે
  8. 1 કપદહીં
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 કપકોથમીર ચટણી
  11. 1/2 કપઆમલીની ચટણી
  12. 1 ટીસ્પૂનલાલ મરચું
  13. 1 ટીસ્પૂનશેકેલું જીરુ પાઉડર
  14. ગાર્નિશિંગ માટે-
  15. 1/2 કપઝીણી નાયલોન સેવ

રાંધવાની સૂચનાઓ

5 કલાક 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને 4-5 કલાક માટે 2 કપ પાણીમાં પલાળી દો.

  2. 2

    પલાળેલી અડદની દાળ સરસ ફુલી જાય ત્યારે દાળમાંથી પાણી કાઢીને, દાળને મિકસરના જારમાં બારીક વાટી લો.

  3. 3

    વાટેલી દાળને 10 મિનિટ માટે ફેટી લો,ત્યાર બાદ મીઠું,હીંગ,આદુ- લીલા મરચાની પેસ્ટ મિક્સ કરી વડા માટેનું મિશ્રણ તૈયાર કરો.

  4. 4

    એક કઢાઇમાં તેલ ગરમ કરી ચમચીથી નાના કે મધ્યમ સાઈઝના વડા બનાવી, સોનેરી રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચે તળી લો.

  5. 5

    એક બાઉલમાં 2 કપ પાણીમાં તળેલા ગરમ ગરમ વડા તરત જ નાખી દો. વડાને 10-15 મિનિટ સુધી પાણીમાં પલાળી લો.

  6. 6

    એક વાસણમાં દહીને વલોવીને મીઠું ઉમેરી લો.

  7. 7

    પાણીમાં પલાળેલા વડા ફુલી જાય ત્યારે વડાને બે હથેળી વચ્ચે સહેજ દબાવી વધારાનું પાણી કાઢી સર્વિંગ ડીશમાં ગોઠવો.

  8. 8

    વડાની ઉપર દહીંનું મિશ્રણ નાખી, આમલીની ચટણી, કોથમીર ચટણી નાખીને થોડું શેકેલું જીરુ પાઉડર અને લાલ મરચું ભભરાવી દો.

  9. 9

    તૈયાર છે દહીં વડા ચાટ, ઝીણી નાયલોન સેવ થી ગાર્નિશિંગ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes