દહીંવડા (Dahivada Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
6 સર્વિંગ
  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 1 વાટકીમગ ની મોગર દાળ
  3. 2-3લીલા મરચાં
  4. મોળું દહીં
  5. 2 ચમચા ખાંડ
  6. 3 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીસંચળ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 3 ચમચીશેકેલું જીરૂ
  10. તળવા માટે તેલ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. લીલા ધાણા
  13. ચપટીહિંગ અને ચમચી ખાંડ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    અડદ ની દાળ અને મગ ની દાળ ને 2થી3 વાર ધોઈ ને 5 થી 6 કલાક પલાળી રાખો, પછી મિક્સર જારમાં લીલા મરચાં અને બંને દાળ નાંખી ને પીસી લો. તેમાં મીઠું નાખી 15 મિનીટ રેસ્ટ આપો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકો તેમાં તૈયાર કરેલા ખીરા માંથી વડા બનાવી લો

  3. 3

    એક તપેલી માં પાણી લો તેમાં ચપટી હિંગ અને ચમચી ખાંડ ઉમેરી હલાવી લો. તેમાં તૈયાર કરેલા વડા નાખો અને થોડી વાર પછી દબાવી ને કાઢી લો.

  4. 4

    એક વાસણ માં દહીં લો તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    એક પ્લેટ માં તૈયાર કરેલા વડા લો તેની ઉપર દહીં, લાલ મરચું, સંચળ અને ચાટ મસાલો નાખી ઉપર થી લીલા ધાણા નાખો

  6. 6

    તૈયાર છે ઠંડા ઠંડા દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes