ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#RC4
સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ..

ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

#RC4
સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪૦૦ ગ્રામ ટિંડોળા
  2. મસાલા માં
  3. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ટીસ્પૂનહળદર
  5. ૨ ટે સ્પૂનધાણાજીરુ
  6. ૧ ટે સ્પૂનલીલા ધાણા
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. વઘાર માટે
  10. ૨ ટે. સ્પૂનતેલ
  11. ૧/૨ ટી સ્પૂનરાઈ
  12. ૧/૨ ટી સ્પૂનજીરું
  13. ૫-૬ દાણા મેથી
  14. ૧/૪ ટી સ્પૂનહિંગ
  15. ૧/૪ ટી સ્પૂનહળદર,લાલ મરચું મિક્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ફ્રેશ વીણી ને ટિંડોળા પસંદ કરવા..
    ૨-૩ વખત ચોખ્ખા પાણી થી ઘસી ઘસી ને સાફ કરવા જેથી ઉપર ચોંટેલો કચરો નીકળી જાય..
    કપડા થી સરખી રીતે લૂછી ને ઉભા કાપી લેવા..

  2. 2

    એક પેન માં તેલ લઇ તેમાં મેથી દાણા એડ કરવા,ત્યારબાદ રાઈ તતડાવવી,પછી જીરું નાખી લાલ થાય એટલે હિંગ,હળદર મરચું નાખી ટિંડોળા વઘારવા.

  3. 3

    મીઠું નાખી હલાવી ને ધીમા તાપે તેલ માં ચડવા દેવું..શાક ને ઢાંકવું નહિ..થોડી થોડી વારે હલાવતા રહેવું..

  4. 4

    શાક ચડવા આવ્યું હોય ત્યારે બધા મસાલા કરી લેવા..સરસ હલાવી ઉપર થી ખુબ સારા લીલા ધાણા એડ કરવા.

  5. 5

    લો, ટિંડોળા નું મસ્ત શાક તૈયાર છે.. ખાવાની બહુ મજા આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes