મિલ્ક બોલ્સ કોફતા કરી (Milk Balls Kofta Curry Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#mr
Milk માંથી લગભગ વિચારીએ sweet ડીશ બને છે પણ મેં નવો પ્રયોગ કર્યો છે દૂધ નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે અને તેનું પંજાબી શાક બનાવ્યું કોફતા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે આ શાક પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે મે બનાવ્યું ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ ભાવ્યું તમે પણ જરૂર થી ટ્રાય કરજો🙏😊

મિલ્ક બોલ્સ કોફતા કરી (Milk Balls Kofta Curry Recipe In Gujarati)

#mr
Milk માંથી લગભગ વિચારીએ sweet ડીશ બને છે પણ મેં નવો પ્રયોગ કર્યો છે દૂધ નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે અને તેનું પંજાબી શાક બનાવ્યું કોફતા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે આ શાક પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે મે બનાવ્યું ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ ભાવ્યું તમે પણ જરૂર થી ટ્રાય કરજો🙏😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ જણા માટે
  1. 👉👉કોફતા માટે 👈👈
  2. ૨ કપદૂધ
  3. ૧ કપરવો
  4. ૨૫ ગ્રામ પનીર ખમણેલું
  5. 3-૪ ચમચીતપખીર નો લોટ
  6. ૧ ચમચીતીખા પાઉડર
  7. નાનું બટેટું બાફી ને મેશ કરીને
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. કોફતા તળવા માટે તેલ
  11. 👉👉ગ્રેવી માટે 👈👈
  12. ૧ ચમચીતેલ
  13. ૧ ચમચીજીરું
  14. ૨ નંગડુંગડી
  15. ૨ નંગટામેટાં
  16. કળી લસણ
  17. ઈંચ આદુનો ટુકડો
  18. તજ ના ટુકડા
  19. ૩-૪ લવીંગ
  20. ૫-૭ તીખા
  21. ઇલાયચી
  22. ૨ ચમચીમગજતરી ના બી
  23. ૧૫ નંગ કાજુ
  24. સહેજ મીઠું
  25. 👉ફરી એકવાર ગ્રેવી વઘારવા માટે 👈
  26. ૨ ચમચા તેલ
  27. ૨ ચમચીબટર
  28. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  29. 1/2 ચમચી હળદર
  30. ૧ ચમચીપંજાબી સબ્જી મસાલો
  31. મીઠું સ્વાદ મુજબ
  32. પાણી જરૂર મુજબ
  33. ૧ ચમચીકસુરી મેથી
  34. ૧ ચમચીક્રીમ ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. તેમાં 1/2 ચમચી મીઠું ઉમેરી, દૂધ ઉકળવા દો. ત્યારબાદ તેમાં રવો ઉમેરી તેનું (પાપડ નું ખીચુ) તૈયાર કરો. પણ કઠણ લોટ જેવુ રાખવુ.
    તે ઠંડુ થવા દો. પછી તેમાં મેશ કરેલું બટેટું, ખમળેલું પનીર, તપખીર, તીખા પાઉડર, ખાંડ, બટાકા ને પનીર ના ભાગ નું મીઠું ઉમેરી લોટ તૈયાર કરો.

  2. 2

    હવે આ મિશ્રણ માંથી યોગ્ય આકાર ના બોલ બનાવી ને તેલ ગરમ કરી તેમાં તેમાં ગુલાબી રંગના તળી લો.

  3. 3

    👉ગ્રેવી માટે👈
    એક કડાઈ લો. તેમાં તેલ ઉમેરી ને પ્રથમ જીરું ઉમેરી ને તજ, લવિંગ, ઇલાયચી, તીખા ઉમેરી ને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લસણ ઉમેરી ગુલાબી રંગની શેકી લેવી. પછી તેમાં ટમેટું ઉમેરી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં મગજ તરી ના બી ને કાજુ ઉમેરી દો ત્રણેક મિનિટ સાતડો ને ઠંડુ થવા દો.

  4. 4

    આ મિશ્રણને ને મિક્સરમાં ક્રશ કરી જીણી પેસ્ટ બનાવી લો.

  5. 5

    એક કડાઈ લો તેમાં તેલ, બટર ગરમ કરી લો. પછી તેમાં જે ગ્રેવી બનાવી છે તે ઉમેરી જરૂર પૂરતું પાણી ને બધાં સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેલ છૂટું પડે ત્યાં સુધી પકવતા રહો. ત્યાર બાદ તેમાં સહેજ પાણી ઉમેરી ને છેલ્લે કસુરી મેથી હાથ થી ક્રશ કરી મિક્સ કરી દો. જ્યારે જમવા બેસવું હોય ત્યારે ગ્રેવી માં કોફતા એડ કરી પરોઠા, નાન, કે રોટલી સાથે સર્વ કરો. 👍

  6. 6

    👉 કોફતા માં મીઠું હોય પ્રમાણ સર મીઠું ઉપયોગમાં લેવું 👈

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes